સુપ્રિમનો આદેશ: ગુરૂવારે બહુમત સાબિત કરે ઉદ્ધવ સરકાર
નવી મુંબઇ, તા. 29 જૂન 2022, બુધવાર
મહારાષ્ટ્રની રાજરમતમાં સુપ્રિમે બુધવારે મોડી સાંજે સુપ્રિમ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે અનેક જુના નિર્ણયોને ધ્યાને લઈને ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટ માટે આપવામાં આદેશને માન્ય રાખ્યો છે.
સુપ્રિમ કોર્ટની બે જજોની વેકેશન બેચે ઉદ્ધવ સરકારને આવતીકાલે એટલેકે ગુરૂવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલના આદેશને ગ્રાહ્ય રાખ્યો છે અને શિવસેના દ્વારા કરવામાં આવેલ અરજી ફગાવી છે.
આ સાથે કોર્ટે શરત પણ મુકી છે કે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સામે કરવામાં આવેલ રિટ પીટિશનનો ચુકાદો ફ્લોર ટેસ્ટને આધારિત થશે.
સુપ્રિમન ફ્લોર ટેસ્ટના ચુકાદા બાદ હવે સુપ્રિમમાં નવાબ મલિક અને અનિલ દેશમુખની આવતીકાલના ફ્લોર ટેસ્ટમાં શામેલ થવા માટે કરવામાં આવેલ અરજી પર પણ સુનાવણી કરી રહી છે.
રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટનો આદેશ :
બુધવારે સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેનો એજન્ડા મુખ્યમંત્રી સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ છે. ગુરૂવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.
રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે, પ્રદેશના રાજકારણની સ્થિતિ ખાસ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલેથી જ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી અલગ થવાની વાત કહી ચુક્યા છે. જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકારને આપેલું સમર્થન પાછું લેવાની વાત કરી છે.
ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.
ઉદ્ધવ આપશે રાજીનામું ?
અનેક મીડિયા અહેવાલો અનુસાર જો ચુકાદો શિવસેનાની તરફેણ એટલેકે મહા વિકાસ અઘાડી તરીકે ઓળખાતી ઉદ્દવ સરકારના પક્ષમાં નહી આવે તો ફલોર ટેસ્ટ પહેલા જ રાજીનામુ આપી શકે છે.
આમ પણ એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને મનાવી શકાયા નથી. શિંદે જૂથ પણ ફલોર ટેસ્ટની જ વાત કરી રહયું છે. શિવસેનાના 50થી વધુ બળવાખોર ઉમેદવારો ઉધ્ધવ સરકારની વિરુધમાં છે. આવા સંજોગોમાં ફલોર ટેસ્ટ યોજાય તો બહુમતિ સંખ્યા ઉદ્દવ સરકારના પક્ષમાં જણાતી નથી. બહુમત મળવાની આશા ધૂંધળી જણાય તો આ મુશ્કેલીમાંથી બચવા ઉદ્દવ ઠાકર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે તેવું ચર્ચાઇ રહયું છે.
કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે –
સાંજે 5 વાગે યોજાયેલ કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ નામકરણની માંગણીઓ સ્વીકારી હતી. કેબિનેટમાં નામકરણ માટેના કુલ 4 પ્રસ્તાવો મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ શા માટે ચર્ચામાં છે ?
આ સિવાય કેબિનેટ બેઠકમાં છેલ્લા અઢી વર્ષમાં સરકાર ચલાવવા માટે તેમનો સાથ આપવા બદલ તમામ મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતુ કે તમે અન્ય પક્ષના થઈને પણ મને સાથ આપ્યો પરંતુ મારા પોતાના માણસોએ જ પીઠમાં ખંજર ભોંક્યું છે. શિવસેનાના માણસો જ અમારો વિશ્વાઘાત કર્યો છે.
આ સિવાય તેમણે અંતિમ મિનિટમાં કહ્યું કે આ મારી અંતિમ બેઠક નથી. આપણે આગળ પણ મળીશું, જોડે કામ કરીશું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સંકટઃ કાલે ઉદ્ધવની સરકારનું ભવિષ્ય થશે નક્કી, કરશે ફ્લોર ટેસ્ટનો સામનો