મહારાષ્ટ્ર સરકારમાં ખટપટ! ભાજપના મંત્રી પર ભડક્યાં એકનાથ શિંદે જૂથના સંજય શિરસાટ
Image: IANS |
Maharashtra Politics: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ સરકારમાં એકવાર ફરી મતભેદ સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના જૂનના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે ભાજપના રાજ્ય મંત્રી (MoS) માધુરી મિસાલ પર તેમના વિભાગ સાથે જોડાયેલી બેઠક તેમની જાણકારી વિના આયોજિત કરવા માટે અસંતોષ વ્યક્ત કર્યો છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
સંજય શિરસાટે કહ્યું કે, આ મુદ્દે કડક ભાષામાં લખેલા એક પત્રમાં માધુરી મિસાલને નિર્દેશ આપ્યો કે, 'ભવિષ્યમાં વિભાગ સાથે જોડાયેલી કોઈપણ બેઠક ફક્ત મારી અધ્યક્ષતામાં જ થાય.' જોકે, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માધુરી મિસાલે અમુક ધારાસભ્યોની વિનંતી પર વિભાગીય અધિકારીઓ સાથે બેઠકો કરી અને નિર્દેશ જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
નોંધનીય છે કે, આ બેઠકમાં વિભાગીય મંત્રી શિરસાટને સંપૂર્ણ રીતે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ એવી અટકળો તેજ થઈ ગઈ કે, ભાજપ શિંદે જૂથના મંત્રીઓને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પહેલાં પણ શિરસાટે લગાવ્યો આરોપ
જોકે, આ પહેલાં પણ સંજય શિરસાટે આરોપ લગાવ્યો હતો કે, તેમના વિભાગના પૈસાનો ઉપયોગ એક ખાસ વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાઓ સ્પષ્ટપણે મહાયુતિ સરકારની અંદર ચાલી રહેલા તણાવને ઉજાગર કરે છે.