Gujarat

વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

By GS TEAM
26 Jul 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડા 6.77 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 4.17 ઈંચ, ખેરગામમાં 57 2.24 ઈંચ, સુરતના માંગરોળમાં 2.05 ઈંચ, સુરતના માંડવીમાં 1.97 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ, પારડીમાં 1.77 ઈંચ, વલસાડમાં 1.34 ઈંચ અને ડાંગ-આહવામાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

Rain in Gujarat: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડા 6.77 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 4.17 ઈંચ, ખેરગામમાં 57 2.24 ઈંચ, સુરતના માંગરોળમાં 2.05 ઈંચ, સુરતના માંડવીમાં 1.97 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ, પારડીમાં 1.77 ઈંચ, વલસાડમાં 1.34 ઈંચ અને ડાંગ-આહવામાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે.



હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (26મી જુલાઈ) પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: 'ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી', અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ

28-29 જુલાઈની આગાહી 

28 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

જ્યારે 29 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  

સિઝનનો કુલ વરસાદ 

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.