Maharashtra Bomb Blast Rumor : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોંબ ધડાકાનો મેસેજ આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતના નિવાસ્સથાન પાસે એક કારના કાચ પર ધમકી ભર્યો મેસેજ લખેલો સામે આવ્યા બાદ પોલીસની ટીમ ઍલર્ટ થઈ ગઈ છે. મેસેજમાં લખાયું છે કે, રાત્રે 12 વાગે ધડાકો થશે. ઘટનાને લઈને બોમ્બ સ્કવોડની ટીમ પણ પહોંચી ગઈ છે.
કારના કાચ પર ધમકીભર્યો મેસેજ
ધમકીની માહિતી મળતાં જ મુંબઈ પોલીસે તુરંત કાર્યવાહી શરુ કરી દીધી છે. આ ઉપરાંત બોંબ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોજલ સ્ક્વૉડ ટીમે રાઉતના નિવાસસ્થાન પાસે પહોંચી આખા વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી દીધી છે. જે કાર પર મેસેજ લખાયો હતો, તે કાર રાઉતના ઘરની બહાર હતી. કાર પર ધૂળ હતી અને આંગળીઓથી ધૂળ પર ધમકીભર્યો મેસેજ લખાયો હતો.
આ પણ વાંચો : પાણી પીધું ને મોત મળ્યું : દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સાતના મોત, 1100ને અસર
કોઈપણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગી
બોંબ સ્ક્વૉડની ટીમે આખા વિસ્તારમાં તપાસ શરુ કરી દીધી છે. તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી, જેના કારણે પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ કોઈ ખતરો ન હોવાની પુષ્ટિ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ‘ધમકીભર્યો સંદેશ કોણે લખ્યો, તેનો હેતુ શું હતો, તેની તપાસ શરુ કરી દેવાઈ છે. શંદાસ્પદ વ્યક્તિને શોધી કાઢવા માટે ટીમ દ્વારા વિસ્તારમાં તમામ સીસીટીવી ફુટેજની પણ તપાસ થઈ રહી છે.’
આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ


