મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Local Body Election Results: મહારાષ્ટ્રમાં આજે જાહેર થયેલા નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીના પરિણામોમાં સત્તારૂઢ 'મહાયુતિ' ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ શહેરી અને ગ્રામીણ બંને સ્તરે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
નગર પરિષદ (કુલ 246 બેઠકો): ભાજપની સેન્ચુરીની નજીક
મહારાષ્ટ્રમાં યોજાયેલી નગર પરિષદની કુલ 246 બેઠકોના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા સેન્ચુરીની નજીક પહોંચી ગઈ છે. ભાજપ 96 બેઠકો(જીત અને લીડ) સાથે રાજ્યમાં સૌથી શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. 'મહાયુતિ' ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો પૈકી એકનાથ શિંદે જૂથની શિવસેનાને 44 બેઠકો અને અજીત પવારની NCPને 34 બેઠકો મળી છે.
બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'મહાવિકાસ અઘાડી'(MVA)નું પ્રદર્શન ઘણું મર્યાદિત રહ્યું છે, જેમાં કોંગ્રેસને 27, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને 8 અને શરદ પવાર જૂથની NCPને પણ માત્ર 8 બેઠકો જ મળી છે. આ ઉપરાંત, 29 જેટલી બેઠકો પર અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો વિજયી થયા છે.
નગર પંચાયત (કુલ 42 બેઠકો): અહીં પણ મહાયુતિનો દબદબો
નગર પંચાયતની કુલ 42 બેઠકો માટેના પરિણામોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભાજપ અહીં 22 બેઠકો પર જીત અને લીડ સાથે સૌથી આગળ છે, જે ગઠબંધન માટે મજબૂત પાયો દર્શાવે છે. મહાયુતિના અન્ય પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 8 બેઠકો અને અજીત પવારની NCPએ 3 બેઠકો પર પોતાની પકડ બનાવી છે.
બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'મહાવિકાસ અઘાડી'(MVA)ના ફાળે ખૂબ ઓછી બેઠકો આવી છે, જેમાં શિવસેના(UBT) 4 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ છે. નોંધનીય બાબત એ છે કે શરદ પવારની NCP આ ચૂંટણીમાં હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સૂપડા સાફ
રાજ ઠાકરેની પાર્ટી MNS માટે આ ચૂંટણી આંચકાજનક રહી છે, કારણ કે નગર પરિષદ કે નગર પંચાયત - બંનેમાં પાર્ટી એક પણ બેઠક (0) જીતી શકી નથી.
ભાજપની રણનીતિ કારગત નીવડી
આ પરિણામો દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે. આ જીતને આગામી જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને અન્ય 28 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે.









