For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ, અત્યાર સુધીમાં 1.69 લાખ સંક્રમિત

Updated: Jun 29th, 2020

મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ, અત્યાર સુધીમાં 1.69 લાખ સંક્રમિતમુંબઇ, 29 જુન 2020 સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ભયાનક રીતે વધી રહ્યો છે. પરિસ્થિતી એ છે કે સતત ચોથા દિવસે રાજ્યમાં કોરોનાનાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના ચેપના 5257 નવા કેસ નોંધાયા છે.

તે જ સમયે, રોગચાળાને કારણે 181 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં કોરોના ચેપનો કુલ આંક વધીને 1,69,883 થયો છે, જ્યારે મૃત્યુઆંક 7610 પર પહોંચી ગયો છે.

દરમિયાન સોલાપુર મહાનગરપાલિકા કમિશનર પી શિવશંકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 28 જૂને તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એક લાખ 69 હજારને વટાવી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એક્ટીવ કેસની કુલ સંખ્યા 73,298 છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 7610 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 181 દર્દીઓનાં મોત થયા છે.

દરમિયાન, છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં 1226 નવા કેસ નોંધાયા છે, જ્યારે 71 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં હવે કેસની કુલ સંખ્યા 76,765 થઇ ગઇ છે. મુંબઈમાં મૃત્યુઆંક વધીને 4463 પર પહોંચી ગયો છે.

2385 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

હેલ્થ બુલેટિન મુંજબ, મહારાષ્ટ્રમાં સોમવારે 2385 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દર્દીઓની કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 88,960 પર પહોંચી ગઈ છે.

રાજ્યભરમાં અત્યાર સુધીમાં 9,43,485 લોકોની કોરોના વાયરસ સંક્રમણનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 1,69,883 (18 ટકા) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 52.37 ટકા

આરોગ્ય અહેવાલમાં જણાવ્યા મુજબ, હાલમાં, સમગ્ર રાજ્યમાં આશરે 5,74,093 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત રાજ્યભરમાં 37,758 લોકોને ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સોમવારે મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 52.37 ટકા છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુ દર -4.48 ટકા છે.

Gujarat