Get The App

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ 1 - image


Chhagan Bhujbal gets ministerial berth in Maharashtra cabinet: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા છગન ભુજબળે મંગળવારે સવારે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા હતા. મંત્રી બન્યા પછી તેમણે કહ્યું કે, કહેવાય છે ને કે, 'અંત ભલા તો સબ ભલા'. મેં અત્યાર સુધી દરેક જવાબદારી સારી રીતે નિભાવી છે. હવે જે પણ જવાબદારી મળશે, તેને નીભાવીશ.'

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનરજી, TMC તરફથી અભિષેક જશે વિદેશ

હકીકતમાં ગયા વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની હતી. જો કે, 77 વર્ષીય છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે તેઓ નારાજ હતા. 

ભુજબળને ખાદ્ય, નાગરિક પુરવઠા ખાતુ મળી શકે છે

ભુજબળે મહારાષ્ટ્રમાં કેબિનેટમાં NCPમાં દિગ્ગજ નેતા ધનંજય મુંડેની જગ્યા લીધી હતી. મુંડેએ માર્ચમાં આરોગ્ય ખરાબ હોવાના કારણે ખાદ્ય, નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષા મંત્રી પદમાંથી રાજીનામું આપી દીધું હતું. ભુજબળને આ જ ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રાલયનું ખાતું મળી શકે છે. કારણ કે, આ પહેલા તેઓ બે વાર આ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનરજી, TMC તરફથી અભિષેક જશે વિદેશ

ડિસેમ્બરમાં મંત્રી પદ ન મળતાં કહ્યું : 'શું હું રમકડું છું'

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલાથી ધારાસભ્ય ભુજબળની રાજકીય કારકિર્દી ઘણા દાયકાઓ સુધી ચાલી છે. તેઓ રાજ્યમાં OBC સમુદાયના મોટા નેતા છે. ભુજબળ અગાઉ વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.


Tags :