Get The App

VIDEO : MPમાં દારૂડિયા સ્કૂલ વાન ડ્રાઈવરે ભયાનક અકસ્માત સર્જ્યો, 2 કાર, 20 બાઈકોને અડફેડે લીધી, અનેકને ઈજા

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : MPમાં દારૂડિયા સ્કૂલ વાન ડ્રાઈવરે ભયાનક અકસ્માત સર્જ્યો, 2 કાર, 20 બાઈકોને અડફેડે લીધી, અનેકને ઈજા 1 - image


Madhya Pradesh Accident : મધ્યપ્રદેશના છતરપુરના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે હોસ્પિટલ પરિસરમાં મોટી દુર્ઘટના બની છે. નશામાં ધૂત સ્કૂલ વાનના ડ્રાઈવરે હોસ્પિટલ પરિસરમાં પાર્ક કરેલી બે કાર અને લગભગ 20 બાઈકને અડફેટે લીધી છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા થઈ હોવાની વિગતો આવી છે. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.

મહિલા અને બાળકી પણ વાનની ઝપેટમાં

ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, વાને હોસ્પિટલ પરિસરમાં ઊભેલી એક સ્કૂટીને પણ ટક્કર મારી હતી, જેમાં એક મહિલા અને એક બાળકીને ઈજાઓ થઈ છે. જ્યારે હોસ્પિટલના ગાર્ડ અરવિંદ સિંહે વાનના ડ્રાઈવરને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ ગાર્ડ પર પણ વાહન ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાર્ડ કોઈક રીતે પોતાનો બચાવ કરવામાં સફળ રહ્યો હતો.

ગુસ્સે ભરાયેલી ભીડે ડ્રાઈવરને માર માર્યો

ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને પકડીને જોરદાર ધોલાઈ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલ પોલીસ ચોકીની ટીમે તુરંત સ્થળ પર આવી આરોપીને ભીડથી બચાવવાનો હતો અને તેને કોતવાલી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 

આ પણ વાંચો : VIDEO : યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત

સ્કૂલ વાનનો ઉપયોગ શબવાહન તરીકે કરતો હતો

આરોપીની ઓળખ ઈકરામ તરીકે થઈ છે, જે આ સ્કૂલ વાનનો ઉપયોગ શબવાહન તરીકે પણ કરતો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઈકરામ પર પહેલાથી જ દર્દીઓ અને બ્લડની દલાલી કરવાના આરોપો છે અને તે અવારનવાર હોસ્પિટલ પરિસરમાં નશાની પાર્ટીઓ કરતો હતો.

આ પણ વાંચો : વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા

Tags :