Get The App

VIDEO : યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત 1 - image


Uganda Bus Accident : પૂર્વી આફ્રિકી દેશ યુગાન્ડામાં બસ અકસ્માતોની બે અલગ-અલગ ભયાનક ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોનાં મોત થયા છે. પ્રથમ ઘટનામાં ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ ખીણમાં ખાબકી હોવાના અહેવાલ સામે આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં કમ્પાલા-ગુલુ હાઇવે પર બે બસ સહિત ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હોવાની વિગતો સામે આવી છે.

કબારે જિલ્લામાં પેસેન્જર બસ ખીણમાં ખાબકી

પ્રથમ અને સૌથી મોટી દુર્ઘટના મંગળવારે કબાલે જિલ્લાના પહાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી ગઈ હતી. આ બસ કબાલેથી માસાકા જઈ રહી હતી. ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ ઘણીવાર પલટીને ખીણમાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં 63 મુસાફરોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઓવરસ્પીડ અને ઓવરલોડિંગના કારણે અકસ્માત

બચાવ ટીમને સ્થળ પર પહોંચવામાં કલાકો લાગ્યા હતા અને 63 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બસના ડ્રાઈવરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાએ ઓવરસ્પીડિંગ ઉપરાંત બસમાં ઓવરલોડિંગને પણ અકસ્માતનું કારણ ગણાવ્યું છે.

કમ્પાલા-ગુલુ હાઇવે પર ચાર વાહનો એકબીજા સાથે અથડાયા

અન્ય દુર્ઘટનાની વાત કરીએ તો, બુધવારે વહેલી સવારે યુગાન્ડાના કમ્પાલા-ગુલુ હાઇવે પર બે બસ સહિત ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

ઓવરટેકના ચક્કરમાં વાહનો એકબીજા સાથે અથડાયા

પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, બસ ચાલકે ઓવકટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સામેથી આવતી લોરીને ટક્કર મારી હતી, જેના કારણે અન્ય વાહનો પણ અથડાયા હતા. ઈજાગ્રસ્તોને કિરીયાન્ડોન્ગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાઈવેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.

Tags :