Get The App

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો 1 - image


LPG Price Hike : દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મુખ્ય શહેરોમાં નવા ભાવ (કોમર્શિયલ - 19kg)

ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. 


5 કિલોવાળા LPG સિલિન્ડરના ભાવમાં પણ તોતિંગ વધારો 

માહિતી અનુસાર 5 કિલોવાળા ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરની કિંમતોમાં પણ આજથી 261 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. હવે તેની અસર દરેક નાના બિઝનેસ પર થશે.

ઘરેલું ગેસના ભાવ (14.2kg)

ઘરેલું ગેસના ભાવમાં છેલ્લે 7 માર્ચ 2026ના રોજ વધારો થયો હતો. અત્યારે મુખ્ય શહેરોમાં ભાવ નીચે મુજબ છે:

દિલ્હી: 913 રૂપિયા

મુંબઈ: 912.50 રૂપિયા

ચેન્નઈ: 928.50 રૂપિયા

કોલકાતા: 939 રૂપિયા

કેમ વધ્યા ભાવ?

ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળોએથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે.

અસર ક્યાં થશે?

કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.