For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણી 2019: ઉત્તરપ્રદેશમાં SP અને BSP વચ્ચે થઇ સીટોની વહેંચણી

Updated: Feb 21st, 2019

Article Content Image

લખનૌ, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

સમાજવાદી પાર્ટી અને બહૂજન સમાજ પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉત્તરપ્રદેશના ઉમેદવારોની યાદી તૈયાર કરી દીધી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભાની સીટોમાં BSP 38 અને SP 37 સીટો પરથી ચૂંટણી લડશે.

બંન્ને પાર્ટીઓનું ઉત્તરપ્રદેશમાં ગઠબંધન થયું છે અને તેમની સાથે ચૌધરી અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળ પણ ચૂંટણી લડી રહ્યું છે. રાષ્ટ્રીય લોકદળ માટે 3 સીટો છોડવામાં આવી છે. જ્યારે ગઠબંધને કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલીની સીટો પર પોતાના ઉમેદવારો નહી ઉતારવાનો નિર્ણય કર્યો છે.
Gujarat