India

દેશના 4 રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પતી જશે, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

By GS Team
16 Mar 20243 mins read
This article was originally published on 16 Mar 2024
TukuTouch Logo
દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે. આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, ઓડિશામાં 25 મેએ મતદાન યોજાશે. આ સાથે લોકસભાની સાથે સાથે ચોથી જૂને આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના 4 રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પતી જશે, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

Lok Sabha And Assembly Elections 2024 : દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ-અરૂણાચલમાં 19 એપ્રિલે, ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. લોકસભાની સાથે આ ચારે રાજ્યોના વિધાનસભાના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે. 

ચાર રાજ્યોમાં આ તારીખે યોજાશે લોકસભા અને વિધાનસભા ચૂંટણી ?

  • આંધ્ર પ્રદેશ - 13 મેએ મતદાન - ચોથા તબક્કામાં
  • સિક્કિમ - 19 એપ્રિલે મતદાન - પ્રથમ તબક્કામાં
  • અરૂણાચલ પ્રદેશ - 19 એપ્રિલે મતદાન - પ્રથમ તબક્કામાં
  • ઓડિશા - ચાર તબક્કામાં મતદાન યોજાશે, જેમાં ચોથા તબક્કામાં 13 મે, પાંચમાં તબક્કામાં 20 મે, છઠ્ઠા તબક્કામાં 25 મે અને સાતમાં તબક્કામાં પહેલી જૂને મતદાન
  • 04 જૂન-2024 પરિણામ : લોકસભાની સાથે આ ચારેય રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે

ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં અને એક રાજ્યમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

1... આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન યોજાશે. 18 એપ્રિલે નામાંકન પ્રક્રિયા, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ, ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 29 એપ્રિલ રહેશે, ચોથી જૂને પરિણામ જાહેર થશે.

2... સિક્કીમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે. 20 માર્ચે નામાંકન પ્રક્રિયા, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે, ચોથી જૂને પરિણામ જાહેર થશે.

3... અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં 20 માર્ચે નામાંકન પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.

4... દેશભરમાં લોકસભા ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે, ત્યારે ઓડિશા વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજાશે, રાજ્યમાં ચોથા તબક્કામાં 13 મે, પાંચમાં તબક્કામાં 20 મે, છઠ્ઠા તબક્કામાં 25 મે અને સાતમાં તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. 



બે રાજ્યોમાં ભાજપ ગઠબંધન, એકમાં BJD અને એકમાં YRS કોંગ્રેસની સરકાર

આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું શાસન છે જ્યારે આ વખતે વિપક્ષ ટીડીપીનું પલ્લુ ભારે લાગે છે. બીજીબાજુ ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં કુલ 175 વિધાનસભા બેઠકો, સિક્કિમ (Sikkim)માં 32 વિધાનસભા બેઠકો, અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં કુલ 60 બેઠકો અને ઓડિશામાં કુલ 147 વિધાનસભા બેઠકો છે. આંધ્રમાં હાલ વાયએસઆર કોંગ્રેસની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે, તો સિક્કિમમાં એસકેએમ-ભાજપ ગઠબંધનની સરકાર છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં ભાજપ-એનપીપી ગઠબંધનની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે. ઓડિશા (Odisha)માં બીજુ જનતા દળની સરકાર છે.