India

દુકાન પર લગાવેલા ચાઈનીઝ કેમેરાથી પાકિસ્તાનને LIVE ફીડ, ભારતમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
પંજાબના લુધિયાણામાં ISI માટે જાસૂસી કરતા 22 વર્ષના દુકાનદાર રછપાલ સિંહની ધરપકડ થઈ છે. તે દુકાનમાંથી શહેરની ગતિવિધિઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. ચીન નિર્મિત કેમેરાનું લાઈવ ફૂટેજ ISIને મોકલાતું હતું. ₹40,000 ભાડાની દુકાન દારૂગોળા ડેપો નજીક હતી. તેને આ કામ માટે ₹3 લાખ મળ્યા હતા. પોલીસે શંકાસ્પદ હિલચાલને આધારે તેને ઝડપી પાડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

દુકાન પર લગાવેલા ચાઈનીઝ કેમેરાથી પાકિસ્તાનને LIVE ફીડ, ભારતમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

Pakistan Spy Network In India : પંજાબના લુધિયાણામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 22 વર્ષના એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બજારમાં જૂતાની દુકાન ચલાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે દુકાનની આડમાં રહીને શહેરની તમામ હિલચાલ અને પ્રવૃત્તિઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો.

મેડ ઈન ચાઈના કેમેરાથી પાકિસ્તાનને લાઈવ ફીડ

આરોપીએ દુકાનની બહાર લગાવેલા મેડ ઈન ચાઈના સીસીટીવી કેમેરાનું લાઈવ ફીડ પાકિસ્તાની એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે છટકું ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી ધમકીઓ પણ આપતો હતો.

મોટા ષડયંત્ર અને સૈન્ય પ્રવૃત્તિઓની જાસૂસીની આશંકા

પોલીસને આશંકા છે કે આ જાસૂસી પાછળ પાકિસ્તાની એજન્સીઓનું લુધિયાણામાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર હતું. આ સાથે જ સૈન્ય ગતિવિધિઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ આ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવી રહી હતી.

પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે 40 હજારના ભાડે દુકાન રાખી

કાઉન્ટર ઈન્ટેલિજન્સના AIG સિમરત પાલ સિંહ ઢીંડસાના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના કહેવા પર તેણે લુધિયાણા-ફિરોઝપુર રોડ પર દુકાન ભાડે રાખી હતી. આ દુકાન બઢ્ઢોવાલ એમ્યુનિશન (દારૂગોળા) ડેપોથી આશરે 6 કિલોમીટર દૂર હતી. આ દુકાન માટે તે દર મહિને 40 હજાર રૂપિયા ભાડું ચૂકવતો હતો.

જાસૂસી પેટે મળ્યા 3 લાખ રૂપિયા

આરોપીએ દુકાનની બહાર ચીન નિર્મિત 2 સીસીટીવી કેમેરા એવી રીતે ગોઠવ્યા હતા કે જેથી તેનું મુખ સીધું રસ્તા તરફ રહે. આ કેમેરાનું લાઈવ ફૂટેજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સીધું જોઈ શકતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને આ કામ માટે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ તરફથી આશરે 3 લાખ રૂપિયા મળ્યા હતા.

શંકાસ્પદ હિલચાલથી ભાંડો ફૂટ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ફિરોઝપુર રોડ પર ઓલ્ડ ઓક્ટ્રોય પોસ્ટ નજીક દુકાન ભાડે લીધી હતી. જોકે, દુકાન ખોલ્યા બાદ ત્યાં કોઈ ખાસ વેપાર થતો નહોતો. દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા અને આરોપીની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પોલીસને તેના પર વહેમ ગયો હતો.

સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ

ત્યારબાદ 27 ઓગસ્ટે મળેલી ચોક્કસ બાતમીના આધારે લુધિયાણા કમિશ્નરેટ પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સ લુધિયાણાની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને રછપાલ સિંહની ધરપકડ કરી હતી.