વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ
China Politics : ચીનના વરિષ્ઠ રાજદ્વારી અને વિદેશ નીતિના સૌથી સક્રિય ચહેરો ગણાતા લિયૂ જિયાનચાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ વિદેશ મુલાકાત જઈને પરત આવતા જ બેજિંગમાં જ તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવી છે. 61 વર્ષિક લિયૂ ચીનમાં ખૂબ જાણીતો ચહેરો છે અને તેમને સંભવિત વિદેશ મંત્રી બનવાના પ્રબળ દાવેદાર તરીકે પણ જોવાતા હતા.
લિયૂને વિદેશ મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી હતી
વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, લિયૂ જિયાનચા (Liu Jianchao) છેલ્લા ઘણા સમયથી વિદેશ પ્રવાસો કરીને વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરતા રહેતા હોવાથી એવી અટકળો ચાલી રહી છે કે, તેમને આગામી વિદેશ મંત્રી તરીકે પ્રમોટેડ કરવામાં આવી શકે છે. જોકે તેઓ જુલાઈના અંતમાં પરત આવતા જ ધરપકડ કરવામાં આવી છે.
કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું આંતરીક રાજકારણ રહસ્યથી ઘેરાયેલું છે, જો દેશમાં કોઈ રાજકીય ઘટના બને તો તેની માહિતી સામે આવતી નથી. ચીનના સૌથી જાણીતા ચહેરા લિયૂની ધરપકડ થઈ છે, છતાં ચીન તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. ચીન સરકારના રાજ્ય પરિષદ સૂચના કાર્યાલય અને કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય સંપર્ક વિભાગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
અગાઉ લિયૂ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મહત્ત્વના હોદ્દે હતા
લિયુ જિઆનચાઓ એક વરિષ્ઠ ચાઈનીઝ રાજદ્વારી અને રાજકારણી છે. તેઓ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ગણાય છે. લિયુ હાલમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ સંસદને બદલે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે વિદેશી રાજકીય પક્ષોના સંબંધોનું સંચાલન કરે છે. તેઓ ભૂતકાળમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ચીનના રાજદૂત તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
લિયૂ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવ્યા
જુલાઈ 2025માં વિદેશમંત્રી વાંગ યીના સ્થાને લિયુ જિઆનચાઓને ચીનના નવા વિદેશમંત્રી તરીકે માનવામાં આવી રહ્યા હતા. જોકે, તેમણે આરોગ્યની સમસ્યાના કારણોસર રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ નથી. આ ઘટનાથી એવી અટકળો ફેલાઈ રહી છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસનમાં ટોચના અધિકારીઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.
લિયૂ ઈન્ડોનેશિયા-ફિલિપાઇન્સમાં રાજદૂત રહ્યા હતા
ઉત્તરપૂર્વીય પ્રાંત જિલિનમાં જન્મેલા લિયુએ બેઈજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયેલા છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરેલો છે. તેમણે વિદેશ મંત્રાલયમાં અનુવાદક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે બ્રિટનમાં ચીની મિશનમાં સેવા આપી અને ઈન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં રાજદૂત રહ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે તેઓ તેમના સ્પષ્ટ જવાબો માટે જાણીતા છે.
લિયુએ 20થી વધુ દેશોનો પ્રવાસ
2022માં પાર્ટીના આંતરરાષ્ટ્રીય સંપર્ક વિભાગનું નેતૃત્વ સંભાળ્યા બાદ લિયુએ 20થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે અને 160થી વધુ દેશોના અધિકારીઓને મળ્યા છે. તેમણે જ્યારે વોશિંગ્ટનમાં પૂર્વ અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા.