Get The App

યુક્રેનનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં! રશિયા અને અમેરિકાની હાઈલેવલ બેઠક પહેલા ઝેલેન્સ્કીનું ટેન્શન વધ્યું

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં! રશિયા અને અમેરિકાની હાઈલેવલ બેઠક પહેલા ઝેલેન્સ્કીનું ટેન્શન વધ્યું 1 - image


Putin Trump Meeting: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન વચ્ચે 15 ઓગસ્ટના રોજ બેઠક યોજાવાની છે. આ બેઠક અલાસ્કામાં યોજાવાની છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા પર વાત થશે. અમેરિકા આ બેઠકમાં યુક્રેનને સામેલ કરવાની વિચારણા કરી રહ્યું છે. જોકે, આ મુલાકાત પહેલાં જ એક કથિત શાંતિ યોજના મુદ્દે વિવાદ સર્જાયો હતો. 

કીવ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, શાંતિ યોજનામાં યુક્રેનના અમુક વિસ્તારો રશિયાને સોંપવાના બદલામાં યુદ્ધ ખતમ કરવાની જોગવાઈ છે. રશિયા ઈચ્છે છે કે, યુક્રેન પોતાની બે મોટી જમીન ડોનેટ્સ્ક અને લુહાંસ્ક ખાલી કરે. બદલામાં રશિયા ખારકીવ અને સુમી જેવા નાના વિસ્તારોમાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે. પુતિને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ વિશે પણ જણાવ્યું હતું. આ પ્રસ્તાવને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ફગાવી દીધો હતો.

રશિયા જમીનના બદલામાં શાંતિ ઈચ્છે છેઃ યુક્રેન

રશિયા જાપોરિઝિયા અને ખેરસોનમાં ચાલુ યુદ્ધને રોકી શકે છે. પરંતુ આ યુદ્ધમાં 70 ટકાથી વધુ જમીન પર કબજો મેળવી લીધો હોવાથી તે કબજો પોતાની પાસે જ રાખવા માગે છે. રશિયાની આ શરત પર યુક્રેનના એક અધિકારીએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારી સેનાને પોતાની જમીન છોડવાનો આદેશ કોણ આપશે. રશિયા વિશ્વને જણાવવા માગે છે કે, યુક્રેન ટ્રમ્પની આકર્ષક યોજનાને ફગાવી રહી રહ્યું છે. આ પગલાં સાથે રશિયા વિશ્વને ગેરમાર્ગે દોરવા માગે છે. રશિયા જમીનના બદલામાં શાંતિ ઈચ્છે છે. જે તેનો રાજકીય દાવ છે. 

આ પણ વાંચોઃ 'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ

યુક્રેન જમીન આપવા તૈયાર નહીં

ટ્રમ્પે આઠ ઓગસ્ટના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે પુતિન સાથે મુલાકાત કરવાના છે. યુક્રેને અનેક શરતો પર તૈયારી દર્શાવી પડશે. જમીનની અદલા-બદલીનો પ્રસ્તાવ પણ છે. જો કે, યુક્રેન કોઈપણ રીતે જમીન આપવા તૈયાર નથી. ગત શનિવારે ઝેલેન્સ્કીએ ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે, યુક્રેનનું બંધારણ જમીનનું રક્ષણ કરે છે. એક ઈંચ જમીન પણ રશિયાને આપીશું નહીં. જેથી બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણામાં આ શરત અવરોધ સર્જી શકે છે.

યુક્રેન સાથે હાલ કોઈ બેઠક નહીં

અમેરિકા અને રશિયાના પ્રમુખ 15 ઓગસ્ટે બેઠક કરવાના છે. જેમાં યુક્રેનને સામેલ કરવામાં આવ્યું નથી. જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, વ્હાઈટ હાઉસ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ આ બેઠકમાં સામેલ કરવા વિચારણા કરી રહી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે, આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. ઝેલેન્સ્કી હાજર રહેશે કે કેમ તે હાલ નિર્ધારિત થયુ નથી. 

Tags :