Get The App

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો 1 - image



LIC Bima Sakhi Yojana : દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના સહયોગથી ડિસેમ્બર 2024માં શરૂ કરાયેલી ‘LIC બીમા સખી યોજના’ ગ્રામીણ વિસ્તારોમાં વીમાની પહોંચ વધારવાની સાથે મહિલાઓ માટે આજીવિકાની નવી તકો ઊભી કરે છે. આ યોજનામાં જોડાતી મહિલાઓને તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે અને તેમને સારી મહિને આવક મેળવવાનો મોકો મળે છે.

યોજનાના મુખ્ય ફાયદાઓ

આ યોજના હેઠળ જોડાતી મહિલાઓને LIC એજન્ટની તાલીમ આપવામાં આવે છે અને માસિક સહાય પણ ચૂકવવામાં આવે છે. પ્રથમ વર્ષે દર મહિને રૂપિયા 7000, બીજા વર્ષે દર મહિને રૂપિયા 6000, અને ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા 5000ની સહાય મળે છે. તાલીમ પછી જ્યારે મહિલાઓ એજન્ટ તરીકે કામ કરે છે અને લક્ષ્યાંક પૂરો કરે છે, ત્યારે તેમને નિયમિત પગાર ઉપરાંત કમિશન આધારિત ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો : ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, કૌભાંડોનો પર્દાફાશ, જાણો ક્યાં બની ઘટના

અરજી પ્રક્રિયા અને પાત્રતા

18થી 70 વર્ષની વયજૂથની મહિલાઓ અરજી કરી શકે છે, જેમણે 10માં ધોરણની પરીક્ષા પાસ કરેલી હોય. અરજી ઓનલાઈન અથવા LICની નજીકની બ્રાન્ચમાં જઈને કરી શકાય છે. અરજી માટે ઉંમરનું સર્ટિફિકેટ, રહેઠાણનો પુરાવો અને ધોર.10નું બોર્ડ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો જરૂરી છે. જે વ્યક્તિઓ પહેલાથી જ LIC એજન્ટ અથવા કર્મચારી હોય, તેમજ તેમના નજીકના સગાં (પતિ/પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન વગેરે) આ યોજના માટે અરજી કરવા પાત્ર નથી. નિવૃત્ત નિગમ કર્મચારીઓ કે પૂર્વ એજન્ટો પણ લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા

Tags :