કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે', કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી
Lawyers don't want to work, blame falls on us: CJI Gavai: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે 14 મેના રોજ શપથ લેનારા જસ્ટિસ બી આર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસો પર ચિંતા વ્યક્ત કરતાં વકીલો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પેન્ડિંગ કેસો માટે કોર્ટને દોષિત માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ન્યાયાધીશ બી આર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે ત્યારે ભડકી ઉઠી, જ્યારે એક વકીલે ઉનાળાના વેકેશન પછી અરજીની યાદી બનાવવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
'વકીલો રજાઓ દરમિયાન કામ કરવા નથી ઇચ્છતા'
આ દરમિયાન CJI ગવઈએ કહ્યું, પાંચ જજો રજાઓ દરમિયાન બેસી રહ્યા છે અને કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તો પણ પેન્ડિંગ કેસોમાં અમને દોષિત માનવામાં આવે છે. હકીકતમાં વકીલો જ રજાઓ દરમિયાન કામ કરવા નથી ઇચ્છતા. નોંધનીય છે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત આગામી ઉનાળાના વેકેશન દરમિયાન પણ ન્યાયાધીશોની બેન્ચ કામ કરશે. 26 મેથી 13 જુલાઈ સુધીના સમયગાળાને 'આંશિક ન્યાયાલય કાર્ય દિવસ' (Partial Court Working Days) નામ આપવામાં આવ્યું છે.
26 મેથી 1 જૂન પાંચ પીઠોનું નેતૃત્વ કરશે
આ આંશિક ન્યાયાલય કાર્ય દિવસો દરમિયાન બેથી પાંચ વેકેશન બેન્ચ કામ કરશે. તો મુખ્ય ન્યાયાલય સહિત સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ પણ આ સમયગાળા દરમિયાન કોર્ટમાં હાજર રહેશે. 26 મેથી 1 જૂન સુધી CJI ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ બીવી નાગરત્ના ક્રમશઃ પાંચ પીઠોનું નેતૃત્વ કરશે.