જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં અથડામણ, સુરક્ષાદળોએ આડેધડ ગોળીબાર કરી રહેલા આતંકીઓને ઘેર્યા
Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે. અથડામણને લઈને ભારતીય સેનાએ કહ્યું કે, ‘ગુપ્ત માહિતી મળ્યા બાદ કિશ્તવાડના કંજલ માંડૂ વિસ્તારમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથમાણ શરૂ થઈ છે.’
આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો
વાસ્તવમાં કિશ્તવાડના ચટરુના કુચલ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેના, સીઆરપીએફ અને પોલીસે આખા વિસ્તારને ઘેરી લઈ શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે. રિપોર્ટ મુજબ, જવાનોએ ઘેરી લીધા હોવાનું જાણતા જ આતંકવાદીઓએ તેમના પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ જવાનોએ તુરંત મોરચો સંભાળતા અથડામણ શરૂ થઈ ગઈ છે.’
Op CHHATRU
— White Knight Corps (@Whiteknight_IA) July 2, 2025
Based on specific #intelligence a joint search operation was underway in Kanzal Mandu, #Kishtwar.
Contact has been established with the #terrorists and #operations are in progress.@adgpi@NorthernComd_IA
સેનાના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા
અધિકારીઓએ કહ્યું કે, ‘કુચલ વિસ્તારને ઘેરી લેવાયો છે અને આતંકવાદીઓનો ખાતમો કરવા માટે વધારાની ટીમ મોકલવામાં આવી છે. એવું કહેવાય છે કે, અથડામણમાં ઘેરી લેવાયા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકી હોઈ શકે છે.