Get The App

સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીનામું

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીનામું 1 - image
વી.ટી.બાલરામ, કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ 

Kerala Political News : કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેવા સંબંધીત વિવાદાસ્પદ પોસ્ટ અમારી મોટી ભૂલ હતી. આ પોસ્ટ સામે આવ્યા બાદ રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યા બાદ પાર્ટીએ તુરંત પોસ્ટ હટાવી દીધી છે. આ સાથે તેમણે જાહેરમાં માફી પણ માંગી છે. એટલું જ નહીં, વિવાદ વધવાના કારણે કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી.બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પોસ્ટ કરવામાં ભૂલ-બેદરકારી થઈ : કેરળ કોંગ્રેસ

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના અધ્યક્ષ સની જોસેફે પોસ્ટ કરવામાં ભૂલ અને બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે કહ્યું કે, ‘પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે જોયાજાણ્યા વગર આ ટિપ્પણી એક્સ પર પોસ્ટ કરી દીધી હતી. પોસ્ટ હટાવી દેવામાં આવી છે. જવાબદાર વ્યક્તિ સોશિયલ મીડિયા હેન્ડલના એડમિન અને ઓપરેટરે માફી માંગી લીધી છે. કોંગ્રેસ આ પ્રકારની ટિપ્પણીનું સમર્થન કરતી નથી.'

કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરવાના પ્રયાસમાં, કેરળ કોંગ્રેસ પોતે જ ફસાઈ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ GST દરોમાં ફેરફાર કર્યો હતો, જેને લઈને કેરળ કોંગ્રેસે કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પાર્ટી પોતે જ ફસાઈ ગઈ હતી. જીએસટી દરોના ફેરફારોમાં પાન-માસાલા ગુટખા સહિતની પ્રોડક્ટનો સમાવેશ છે, જેના પર મસમોટો ટેરિફ ઝિંકવામાં આવ્યો છે. જોકે જીએસટી ફેરફારની જાહેરાત બાદ કેરળ કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને બિહારને બીડી સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, 'Bidis and Bihar Start With B. Cannot Be Considered Sin Anymore.’ પાર્ટીએ મોંઘવારી મામલે સરકારની ટીકા કરવાનો પ્રયાસ કરીને પોસ્ટ કરી હતી. જોકે આ પોસ્ટથી બિહારની પ્રજાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને ભારે વિવાદ પણ થયો હતો.

આ પણ વાંચો : સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા

કોંગ્રેસે પોસ્ટ કર્યા બાદ વિવાદ

આ પોસ્ટને કારણે બિહારના રાજકીય નેતાઓએ કોંગ્રેસની આકરી ટીકા કરી. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસની પોસ્ટને સમગ્ર બિહારનું અપમાન ગણાવ્યું હતું. તેમણે એક્સ પર લખ્યું હતું કે, ‘આ જ કોંગ્રેસની હકીકત છે.’ જદયુના સભ્ય સંજય કુમાર ઝાએ પણ કોંગ્રેસની પોસ્ટને શરમજનક કૃત્ય ગણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું

Tags :