For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CRPFની માનવતા, જવાનો ગુમાવ્યા પછી પણ કાશ્મીરીઓને સહાયતા

Updated: Feb 17th, 2019

Article Content Image

શ્રીનગર, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર

એક કાશ્મીરી આત્મઘાતી હુમલાખોરના કારણે પોતાના 40 જવાનો ગુમાવ્યા બાદ પણ સીઆરપીએફ કાશ્મીરીઓની મદદે આવ્યુ છે. દુનિયાભરમાં ભારતીય સુરક્ષાદળો પોતાના માનવીય વલણ માટે જાણીતા છે અને તેનો વધુ એક દાખલો CRPFએ બેસાડ્યો છે.એક તરફ આ હુમલા બાદ દેશના બીજા રાજ્યોમાં રહેતા કેટલાક કાશ્મીરીઓએ આ હુમલાને બિરદાવતી પોસ્ટ મુક્યા બાદ લોકોમાં કાશ્મીરીઓ સામે ગુસ્સો છે ત્યારે CRPF દ્વારા એક હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. CRPFની આ હેલ્પલાઈનનુ નામ મદદગાર છે.

સીઆરપીએફે અપીલ કરી છે કે રાજ્ય બહાર રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ કે બીજા કાશ્મીરી લોકો હેરાન થતા હોય તો આ હેલ્પલાઈન  @CRPFmadadgaar પર સંપર્ક કરી શકે છે. આ સીવાય 14411 અથવા  7082814411 નંબર પર SMS કરી શકે છે. આ હેલ્પલાઈન આમ તો 2017માં આવેલા પુર બાદ શરુ કરવામાં આવી હતી.જેથી કાશ્મીરી લોકોને કોઈ સમસ્યા હોય તો તેઓ જાણકારી આપી શકે.
Gujarat