India

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ કાશ્મીરમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. સાવચેતીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં તમામ જિલ્લામાં ખામેનેઈની હત્યાના વિરોધમાં બે દિવસથી હિંસક દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન બીજી માર્ચે યોજાયેલા દેખાવો હિંસક બનતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની તેમજ ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા

Jammu And Kashmir Protest On Ali Hosseini Khamenei Death : અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ કાશ્મીરમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. સાવચેતીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં તમામ જિલ્લામાં ખામેનેઈની હત્યાના વિરોધમાં બે દિવસથી હિંસક દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન બીજી માર્ચે યોજાયેલા દેખાવો હિંસક બનતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની તેમજ ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. 


જમ્મુ-કાશ્મીરમાં ખામેનેઈના મોત મામલે દેખાવો અને બંધ

ખામેનેઈના મોતનો વિરોધ કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં રવિવાર બાદ સોમવારે પણ બંધ પાળવામાં આવ્યો છે, જેના કારણે કાશ્મીર ખીણમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક સ્થળોએ મનાઈ હુકમનું ઉલ્લંઘન કરી પ્રદર્શનો યોજાયા હતા, જેને અટકાવવા માટે પોલીસ અને અર્ધસૈન્ય દળોએ બળપ્રયોગ કરવો પડ્યો હતો. 


સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તહેનાત

જમ્મુ-કાશ્મીર સતત બે દિવસ સુધી બંધની અસર માર્કેટ, પરિવહન અને ઓફિસો પર જોવા મળી છે. અહીં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધસૈનિક દળો તહેનાત કરી દેવાયા છે. તમામ શિક્ષણ સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ઈન્ટરનેટની સ્પિડ પણ સીમિત કરી દેવાઈ છે. તંત્રએ સાવધાનીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું


અનેક રસ્તાઓ બંધ, પોસ્ટરો થકી દેખાવો કરવાનો પ્રયાસ

શ્રીનગરના અનેક વિસ્તારોના રસ્તા બંધ કરી દેવાયા છે. બારામુલા, પટ્ટન, માંગામ, બડગામ, પુલવામા, શોપિંયા અને બાંદીપોરાના શિયા બહુમતીવાળા વિસ્તારોમાં પણ જનજીવન ઠપ થઈ ગયું છે. તંત્ર દ્વારા પ્રતિબંધ છતાં શિયા સમુદાયના લોકોએ ભેગા થઈને ઉગ્ર દેખાવ કર્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ હાથમાં પોસ્ટર અને અમેરિકા-ઈઝરાયલ વિરોધી સૂત્રો લખીને લાલ ચોક તરફ દેખાવો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી? 


પોલીસ-દેખાવકારો વચ્ચે ઘર્ષણ

કાશ્મીરમાં બટમાલુ પાસે પોલીસ અને CRPFના જવાનોએ દેખાવકારોને આગળ જતા અટકાવવાનો અને નિયમોનું ઉલ્લંઘન ન કરવા વિનંતી કરી છે. આમ છતાં ટોળાએ રોષે ભરાઈને ધક્કા-મુક્કી કરવાનો અને બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક દેખાવકારોના હાથમાં પેલેસ્ટાઈની, ઈરાન અને હિઝબુલ્લાના ઝંડા પણ જોવા મળ્યા હતા. છેવટે સ્થિતિને થાળે પાડવા સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો હતો, તો ટિયર ગેસના શેલ પણ છોડવાની ફરજ પડી હતી. આ દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. જો કે સુરક્ષા દળોએ  એક કલાકની જહેમત બાદ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો અને હિંસક ટોળાને વિખેરી દીધું હતું.