કર્ણાટકની ડરામણી ઘટના: ધર્મસ્થળમાં યુવતિ પર દુષ્કર્મ, અનેક લાશો દાટી, સફાઈ કર્મીનો દાવો, સુપ્રીમ કોર્ટના વકીલને આપી કોપી
Karnataka News : કર્ણાટકની ધ્રૂજવી દે તેવી ઘટના સામે આવી છે. ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત યુવતિઓ અને મહિલાઓની લાશો ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે 1998થી 2014 સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે. ધાર્મિક સ્થળે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે, ‘મેં અનેક લાશો ઠેકાણે પાડી છે. એક લાશ, જે મારા મગજમાંથી ઉતરતી નથી, તે એક શાળાની છોકરી હતી. મારો સુપરવાઈઝર મને તે સ્થળે બોલાવતો હતો, જ્યાં લાશો હગી. તેમાંથી મોટાભાગની સગીર યુવતીઓને લાશો હતી. જે લોકો મારી પાસે આ કામ કરાવતા હતા, તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે. જો મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું.’ પૂર્વ સફાઈ કર્મચારીના આ દાવા બાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે.
‘મેં શાળાની વિદ્યાર્થીની દફ્તર સાથે લાશ સળગાવી’
સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે, ‘મેં વર્ષ 2010માં શાળાની એક યુવતીની લાશ સળગાવી હતી, જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો. તેની ઉંમર 12થી 15 વર્ષ વચ્ચેની હતી. તેની લાશ કલ્લેરીમાં પેટ્રોલ પંપથી 500 મીટર દૂર હતી. તેણે શાળાનો ગણવેશ પહેરેલો હતો, જોકે સ્કર્ટ અને ઈનવિયર ગુમ હતા. તેણીના શરીર પર જાતીય સતામણી અને સંઘર્ષના નિશાન હતા. તેણે કહ્યું હતું કે, યુવતીના શાળાની બેગ સાથે દાટી દો.’
‘મેં બેઘર લોકો અને ભિક્ષુકોની હત્યા થતી જોઈ’
તેણે ફરિયાદમાં કહ્યું કે, ‘આવો જ એક કેસ 20 વર્ષની મહિલાનો હતો. તેનો ચહેરો એસિડથી સળગેલો હતો અને શરીર અખબારમાં લપેટાયેલું હતું. મને તેની લાશ સળગાવવા માટે કહેવાયું હતું. મેં ધર્મસ્થળ વિસ્તારમાં બેઘર લોકો અને ભિક્ષુકોની હત્યા થતી જોઈ છે. મને તે લોકોની લાશો સળગાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. મારા સુપરવાઈઝરના ઓળખીતાએ 2014માં મારા ઘરની એક સગીર યુવતીની જાતીય સતામણી કરી હતી. ત્યારબાદ મેં પરિવાર સાથે ધર્મસ્થળ છોડવાનો નિર્ણય કર્યો.’
આ પણ વાંચો : બિહાર ચૂંટણી માટે ECએ શરૂ કરી તૈયારી, મતદાર યાદી જાહેર કરવા બનાવ્યો છ તબક્કાનો પ્લાન
તમામ ગુનેગારોને સજા આપો : સફાઈ કર્મચારી
પૂર્વ સફાઈ કર્મચારીએ કહ્યું કે, ‘આ હત્યાઓમાં સામેલ તમામ ગુનેગારોને સજા મળે. હું તાજેતરમાં જ ધર્મસ્થળે ગયો હતો. મેં ત્યાં માર્યા ગયેલા લોકોના હાડપિંજરની ચૂપચાપ તસવીરો પાડી. મેં તસવીરો પોલીસમાં જમા કરાવી છે. હું પોલીસને સહકાર આપવા તૈયાર છું. હું ઘટનાની તપાસ કરનારાઓને તે સ્થળે લઈ જઈશ, જ્યાં લાશો દફનાવાઈ છે.’
આરોપીઓ ખૂબ પ્રભાવશાળી
તેણે કહ્યું કે, ‘આરોપી ધર્મસ્થળ મંદિરના વહીવટ સાથે સંકળાયેલા છે અને તેમનો સ્ટાફ પણ છે. તે લોકો મને લાશો સળગાવવા અને દફનાવવા માટે મજબૂર કરતા હતા. આરોપી ખૂબ પ્રભાવશાળી છે અને વિરોધ કરનારાઓને ખતમ કરી દેશે. જો મને સુરક્ષા મળશે તો હું લોકોના નામનો ખુલાસો કરવા તૈયાર છું. હું પોલીગ્રાફ અથવા અન્ય કોઈપણ ટેસ્ટ આપવા પણ તૈયાર છું. મારી હત્યા ન થાય અને આરોપીઓ નામ સામે આવે તે માટે મેં સત્યની રક્ષા માટે ફરિયાદની કોપી સુપ્રીમ કોર્ટના વકીલ કે.વી.ધનંજયને આપી છે.’
આ પણ વાંચો : બિહારની રાજનીતિમાં ખળભળાટ! ભાજપ-જેડીયૂને ઝટકો, ચિરાગ પાસવાને કરી ચોંકાવનારી જાહેરાત