બિહારની રાજનીતિમાં ખળભળાટ! ભાજપ-જેડીયૂને ઝટકો, ચિરાગ પાસવાને કરી ચોંકાવનારી જાહેરાત
Bihar Assembly Election 2025 : NDAના સાથી પક્ષ ‘લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ’ના પ્રમુખ ચિરાગ પાસવાને ભાજપ અને નીતીશ કુમારની જનતા દળ યૂનાઈટેડ (JDU)ની મુશ્કેલી વધારી દીધી છે. ચિરાગે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે (6 જુલાઈ) મોટી જાહેરાત કરી છે. તેમણે છપરા શહેરના રાજેન્દ્ર સ્ટેડિયમમાં ‘નવ સંકલ્પ મહાસભા’માં સંબોધન દરમિયાન રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ચિરાગે ખેમકાની હત્યા મામલે સરકાર પર સાધ્યું આડકરતું નિશાન
ચિરાગ પાસવાને (Chirag Paswan) બિહારની રાજધાની પટણામાં વેપારી ગોપાલ ખેમકાની હત્યા (Gopal Khemka Murder) મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘આવી ઘટના તે સરકારમાં થઈ રહી છે, જેની ઓળખ સુશાસનની છે. હું પણ તે સરકારનું સમર્થન કરું છું. આ ખરેખર ચિંતાનો વિષય છે. હું આ હત્યાના મામલાના સવાલથી ભાગવાનો પ્રયાસ નહીં કરું, મારી સરકાર પણ આવું કરવાનો પ્રયાસ નહીં કરે. જો આટલી મોટી ઘટના જાહેરમાં થાય છે, તો તે ગંભીર મામલો છે. હું સરકારની સાથે સાથે સ્થાનિક તંત્રના પણ સંપર્કમાં છું. આવી ઘટના આપણી ચિંતા વધારે છે. જો ગોપાલ ખેમકાનો પરિવાર ડરેલો છે, તો તે વ્યાજબી છે. આ એવો પરિવાર છે, જેમણે પહેલા પણ આવો સામનો કર્ચો છે. શું સ્થાનિક તંત્રએ પરિવારને સુરક્ષા પુરી પાડી? જો ન પાડી હોય તો તે તંત્રની જવાબદારી હતી.’
आज सारण की इस पावन धरती से, आप सबके सामने मैं यह कहकर जा रहा हूँ कि हाँ, मैं चुनाव लड़ूंगा। मैं चुनाव लड़ूंगा बिहारियों के लिए, अपने भाइयों के लिए, अपनी माताओं के लिए, अपनी बहनों के लिए और बिहार में एक ऐसी व्यवस्था तैयार करेंगे, एक ऐसा बिहार बनाएंगे जो सही मायनों में प्रदेश को… pic.twitter.com/jWasAURHrS
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) July 6, 2025
સરકાર જવાબદારીથી ભાગી ન શકે : ચિરાગ
તેમણે કહ્યું કે, ‘હત્યા રાજધાની પટણામાં થઈ હોય કે પછી બિહારના દૂરના ગામડાંમાં, સરકારે કાયદો-વ્યવસ્થા માટે જવાબદાર બનવું પડશે. સરકાર જવાબદારીથી ભાગી ન શકે. શહેરી વિસ્તારમાં જાહેરમાં ઘટના બની રહી છે. પોલીસ સ્ટેશન પાસે જ હતું, અધિકારી પણ તે જ વિસ્તારમાં રહે છે, આવા પોશ વિસ્તારમાં આવી ઘટના બને તો તે ચિંતાનો વિષય છે. આપણે જોવું પડશે કે, સુશાસનના રાજમાં ગુનેગારો આટલું બળ ક્યાંથી મળી રહ્યું છે. સરકારે ગંભીર બનવું પડશે.
આ પણ વાંચો : તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર
ચિરાગે તેજસ્વી પર સાધ્યું નિશાન
ચિરાગે તેજસ્વી યાદવનું નામ લીધા વગર કહ્યું કે, બિહારમાં ડોમિસાઈલ નીતિ લાગુ થવી જોઈએ. તેનું હું સમર્થન કરું છું. બિહારમાં 2023માં મહાગઠબંધનની સરકાર હતી, તે વખતે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના શિક્ષણ મંત્રી હતા, જેમણે ડોમિસાઈલ નીતિ બંધ કરી દીધી હતી.’
મારી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી બનાવો : ચિરાગ
આ પહેલા ચાર જૂલાઈના રોજ ચિરાગે કહ્યું હતું કે, ‘પરિસ્થિતિ વગર મુખ્યમંત્રી પદ માટે કોઈ વેકેન્સી નથી. નીતીશ કુમાર પાસે બિહારને આગળ લાવવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં ગઠબંધનમાં મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવાની કોઈ સંભાવના નથી.’ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની સરકાર બનશે તો શું તમે નાયબ મુખ્યમંત્રી બનશો? આ સવાલના જવાબમાં પાસવાને કહ્યું કે, ‘મને કોઈપણ પદની લાલચ નથી, નાયબ મુખ્યમંત્રી એક ગંભીર પદ છે. હું ઇચ્છું છું કે, બિહારમાં દિવસ-રાત જમીનસ્તરે મહેનત કરનાર મારી પાર્ટીનો કાર્યકર નાયબ મુખ્યમંત્રી બને.’