India

કર્ણાટકમાં તમાકુ અને ગુટકા-પાન મસાલા પર આજથી એક વર્ષનો પ્રતિબંધ, જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
કર્ણાટક સરકારે જાહેર આરોગ્ય સુરક્ષા માટે કડક પગલું ભર્યું છે. રાજ્યમાં તમાકુ અને નિકોટિનયુક્ત ગુટકા તથા પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ આદેશ 12 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા 15 જૂનના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે તમામ પેક્ડ અને અનપેક્ડ ઉત્પાદનોને લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટકમાં તમાકુ અને ગુટકા-પાન મસાલા પર આજથી એક વર્ષનો પ્રતિબંધ, જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય

Karnataka Imposes 1-Year Ban On Gutkha: કર્ણાટક સરકારે જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પગલું લીધું છે. કર્ણાટકમાં તમાકુ અથવા નિકોટિનયુક્ત ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ જાહેરનામું 15 જૂનના રોજ બહાર પડાયું હતું, જેનો અમલ 12 ઓગસ્ટથી એક વર્ષ માટે શરૂ કરી દેવાયો છે.

ફૂડ સેફ્ટી કમિશનરનું જાહેરનામું

કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા 15 જૂન, 2026 ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 ની કલમ 30 ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રેસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ) રેગ્યુલેશન્સ, 2011 ના રેગ્યુલેશન 2.3.4 હેઠળ આ આદેશ આપવામાં આવ્યો છે.

કોના પર લાગુ થશે પ્રતિબંધ અને શું છે શરતો

આ પ્રતિબંધ તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટકા અને પાન મસાલા તેમજ ગ્રાહકો દ્વારા મિક્સ કરવા માટે અલગથી વેચાતા તમાકુ કે નિકોટિનયુક્ત ઉત્પાદનો પર પણ લાગુ થશે.

પેકેજિંગ અને વેચાણની શરતો: આ નિયમ પે્‌ક્ડ અને અનપેક્ડ એમ બંને પ્રકારની પ્રોડક્ટ્સ પર લાગુ રહેશે. ભલે તે ઉત્પાદનો એકસાથે વેચાતા હોય કે પછી ગ્રાહકો સરળતાથી મિક્સ કરી શકે તે હેતુથી અલગ-અલગ પેકેજમાં વેચાતા હોય.

કોણે આપ્યો આદેશ?

આ સૂચના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, બેંગલુરુના કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે.