કર્ણાટક કોંગ્રેસમાં ફરી વિવાદ, શિવકુમારના નજીકના ધારાસભ્યોએ દિલ્હી ધામા નાખ્યા, CM બદલવાની માગ

Karnataka Congress Crisis: કર્ણાટકની રાજનીતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક સંઘર્ષ હવે ખુલીને સામે આવવા લાગ્યો છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના જૂથના 10 ધારાસભ્ય દિલ્હી પહોંચી ગયા છે, જેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ પર રાજ્યમાં ફરીથી પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવાનું પ્રેશર વધી રહ્યું છે.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેનાથી રાજ્યમાં મુખ્યમંત્રી પદના રોટેશન વાળી માગ ફરી એકવાર જોરશોરથી સામે આવી છે. ડીકે શિવકુમારના નજીકના તમામ ધારાસભ્ય ગુરૂવાર બપોરે દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. આ પાર્ટીના હાઈકમાન્ડ સાથે મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે.
સૂત્રોના અનુસાર, ડીકે શિવકુમારનું જૂથ એવો દાવો કરી રહ્યા છે કે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાની સાથે જ પાવર શેરિંગ એગ્રીમેન્ટનું સન્માન કરાવું જોઈએ અને તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે. શિવકુમાર જૂથના ધારાસભ્યોની એક જ માગ છે કે અઢી વર્ષ પહેલાં આપેલા વચનનું પાલન કરવામાં આવે. ઘણા શિવકુમાર સમર્થકો ઇચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને.
આ પણ વાંચો: CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા... શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral
સૂત્રોના અનુસાર, મંત્રી એન. ચેલુવરાયસ્વામી, ધારાસભ્ય ઇકબાલ હુસૈન, એચ.સી. બાલકૃષ્ણ અને એસ.આર. શ્રીનિવાસ ગુરૂવારે દિલ્હી રવાના થયા. તેમણે જણાવ્યું કે, શુક્રવારે વધુ 12 ધારાસભ્યો દિલ્હી પહોંચશે. થોડા દિવસો પહેલા અંદાજિત એક ડઝન MLCએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના મહાસચિવો સાથે મુલાકાત કરી હતી.
જણાવી દઈએ કે, 20 મે 2023ના રોજ વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખુબ જ ખેંચતાણ થઈ હતી. તે સમયે કોંગ્રેસ હાઈકમાન્ડે જેમતેમ કરીને શિવકુમારને મનાવ્યા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. તે સમયે કેટલાક એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંને નેતાઓ વચ્ચે રોટેશન ફોર્મ્યુલા પર સમજૂતી થઈ છે, જે હેઠળ અઢી વર્ષ બાદ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે, પરંતુ પાર્ટીએ તેની સત્તાવાર પુષ્ટિ ક્યારેય નથી કરી.
જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ રિપોર્ટ્સનું ખંડન કરાયું છે અને કહ્યું કે, તેઓ પાંચ વર્ષો સુધી રાજ્યના મુખ્યમંત્રી બન્યા રહેશે. સૂત્રોના અનુસાર, થોડા દિવસો પહેલા અંદાજિત એક ડઝન MLC દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસ મહાસચિવોને મળ્યા હતા. ગુરૂવારે ચામરાજનગરમાં એક સભાને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ સંકેત આપ્યા હતા કે તેઓ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેશે. તેમણે ભાર આપતા કહ્યું હતું કે, તેમની સ્થિતિ શરૂઆતથી મજબૂત રહી છે અને આગળ પણ મજબૂત રહેશે.
ડીકે શિવકુમારના ભાઈ અને પૂર્વ સાંસદ ડીકે સુરેશે કહ્યું કે, સિદ્ધારમૈયાએ પોતાના વચનોથી પાછળ હટવું ન જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, શિવકુમારને આપેલું વચન નિભાવશે. તો તેના પર સુરેશે કહ્યું કે, મને આ અંગે કોઈ માહિતી નથી.

