CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા... શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral

Nitish Kumar: બિહાર માટે ગુરુવારનો દિવસ ખુબ મહત્ત્વનો રહ્યો છે. એનડીએને ચૂંટણીમાં મળેલી જોરદાર જીત બાદ રાજધાની પટનામાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિશ કુમારે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ નાયબમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદી પણ હાજર રહ્યા
પટનાના ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. રાજ્યપાલે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા, અને અન્ય NDA સાથી પક્ષોના નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
સમારંભની વહીવટી તૈયારીઓ એટલી મજબૂત હતી કે, રાજકીય સંદેશાઓ એટલા જ જોરદાર હતા. મંચ પર મોદી અને નીતિશ સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓ હસતા હસતા વાતચિત કરતાનો ફોટા બિહારની નવી રાજકીય સમજણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ દિલ્હી અને પટના વચ્ચેના સંબંધોમાં નવી ગતિ લાવી હતી.
નીતિશ કુમારે પટનામાં 10મી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
સમારંભમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમારંભ પછી વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોની સેવા માટે સાથે મળીને કામ કરશે. તેમજ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, તેમનું લક્ષ્ય બિહારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે.
એરપોર્ટ પર પરસ્પર આદર સમ્માન
શપથ ગ્રહણ બાદ જ્યારે વડાપ્રધાન મોદી પટના એરપોર્ટ પર પાછા ફર્યા, ત્યારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું. નીતિશ કુમાર તેમને વિદાય આપવા માટે વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV,6 લોકોના મોત
પરંતુ મોદીએ પ્રેમથી તેમને રોક્યા હતા
વડાપ્રધાન પરત જઈ રહ્યા હતા ત્યારે નીતિશ તેમના પગ સ્પર્શ્યા, પરંતુ મોદીએ પ્રેમથી તેમને રોક્યા હતા. આ ક્ષણ રાજકીય શિષ્ટાચાર અને પરસ્પર આદરનું પ્રતીક બની ગઈ.

