Get The App

કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ 1 - image


Nipah Virus, Kerala: કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે. આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

આ પણ વાંચો : 'મંત્રીને રસ્તાની ફરિયાદ કરી તો ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા', રાજસ્થાનના નેતા પર ગંભીર આક્ષેપ

શું છે નિપાહ વાઈરસ 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે. આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

કેરળમાં નિપાહ વાઈરસનો પ્રકોપ 

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

કઈ રીતે ફેલાય છે નિપાહ વાઈરસ

પ્રાણીઓથી મનુષ્યો સુધી:

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. 

મનુષ્યોમાંથી મનુષ્યોમાં 

સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

આ પણ વાંચો : 50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય

લક્ષણો

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Tags :