હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી
Haryana-Goa New Governer And Ladakh New LG : હરિયાણામાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ અને ગોવામાં અશોક ગજપતિ રાજૂને રાજ્યપાલ બનાવાયા છે. આ ઉપરાંત લદ્દાખમાં બ્રિગેડિયર બી.ડી.મિશ્રાનું રાજીનામું સ્વિકાર્યા બાદ કવિન્દ્ર ગુપ્તાને ઉપરાજ્યપાલ બનાવાયા છે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય કુમાર સિંહે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને, નવી નિમણૂકોને મંજૂર આપી છે અને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવાની પણ જાહેરાત કરી છે.
કવિન્દ્ર ગુપ્તા ભાજપના મોટા નેતા
લદ્દાખનાં નવા રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા (Kavinder Gupta) જમ્મુ-કાશ્મીર ભાજપના મોટા નેતા છે અને તેઓએ અગાઉ નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. હવે તેમને ઉપરાજ્યપાલ બનાવીને રાજકારણ દૂર કરવામાં આવ્યા છે. કવિન્દ્ર ગુપ્તા રાજકારણ, સંસ્કૃતિ સહિતની બાબતોના શ્રેષ્ઠ જાણકાર છે અને તેઓ ભાજપ સાથે દાયકાઓથી જોડાયેલા છે.
હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલની નિમણૂક
હરિયાણામાં અત્યાર સુધી બંડારુ દત્તાત્રેય (Bandaru Dattatraya) રાજ્યપાલ હતા. જોકે હવે તેમના સ્થાને પ્રોફેસર અસીમ કુમાર ઘોષ (Asim Kumar Ghosh)ને નવારાજ્યપાલ બનાવાયા છે. દત્તાત્રેય વર્ષ 2021થી હરિયાણાના રાજ્યપાલ હતા. હજુ એવી માહિતી સામે આવી નથી કે, બંડારુ દત્તાત્રેયને હવે શું જવાબદારી અપાશે.
તેલુગુ દેશમ પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગજપતિ રાજૂ (Ashok Gajapathi Raju)ને હવે ગોવામાં રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકારે NDA ગઠબંધનના સાથી પક્ષના નેતાને રાજ્યપાલની જવાબદારી સોંપી હોય, તેવું પહેલીવાર બન્યું છે. અત્યાર સુધી સરકારની નીતિ ભાજપના નેતાઓ અને સૈન્ય સેવા કરી ચુકેલા લોકોને જ રાજ્યપાલ બનાવવાની હતી.
આ પણ વાંચો : કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ