India

Gen Zને 'ગટરછાપ' કહ્યા બાદ 10 જ દિવસમાં કંગના રણૌતના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- આ તો રાષ્ટ્ર ધરોહર

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ભાજપ સાંસદ કંગના રણૌતે Gen-Z અંગે 10 દિવસમાં જ 'યુ-ટર્ન' લીધો છે. અગાઉ 'ગટર છાપ' કહેનારી કંગના હવે તેમને 'રાષ્ટ્રની ધરોહર' અને 'સૌથી મોટી તાકાત' ગણાવી રહ્યા છે. RSS પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen-Z સાથે સંવાદ કરી તેમને દેશભક્ત ગણાવ્યા બાદ સંસદ પરિસરમાં કંગનાએ આ પ્રતિક્રિયા આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Gen Zને 'ગટરછાપ' કહ્યા બાદ 10 જ દિવસમાં કંગના રણૌતના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- આ તો રાષ્ટ્ર ધરોહર

Kangana Ranaut Gen Z statement : અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રણૌતે મોટો 'યુ-ટર્ન' લીધો છે. જે Gen-Zને તેઓ માંડ 10 દિવસ પહેલાં 'ગટર છાપ' અને 'ગટર જેનરેશન' કહી રહ્યા હતા, હવે તેમને 'રાષ્ટ્રની ધરોહર' અને 'સૌથી મોટી તાકાત' ગણાવી રહ્યા છે.

આ ફેરફાર ત્યારે જોવા મળ્યો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen-Z અને જેન-આલ્ફા સાથે 1 કલાક સુધી વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે આજના યુવાનો જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને પ્રામાણિક છે અને સરકારે તેમની વાત સાંભળવી જોઈએ.

મોહન ભાગવતના સંવાદ બાદ કંગના રણૌતની પ્રતિક્રિયા

સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ કંગના રનૌતને મોહન ભાગવતના નિવેદન અને યુવાનોના વિરોધ પ્રદર્શન અંગે સવાલ પૂછ્યો, ત્યારે તેમણે યુવાનોના વખાણ કર્યા હતા.

Gen Z જે છે, તે આપણી સૌથી મોટી તાકાત છે અને અમને અમારી Gen Z પર ગર્વ છે. દેશના યુવાનો અમારી સાથે છે અને તેઓ આપણી સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને ઉભરી રહ્યા છે.

કંગના રણૌત, સાંસદ અને અભિનેત્રી

'Gen Z સરકારનો જ ભાગ છે': કંગના રણૌતની સ્પષ્ટતા

Gen Z જે છે તે સરકારનો જ ભાગ છે. તેમનો જ જનાદેશ છે જેના કારણે અમારી સરકાર આટલા વર્ષોથી છે. એવું નથી કે વિરોધ પ્રદર્શન પર 10-15 ગાળો આપનારા જ Gen Z છે, આજે ઝારખંડમાં જે બાળકો બેઠા છે અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તેમજ જે યુવાનો દેશ માટે મેડલ લાવીને વડાપ્રધાનના નામે સમર્પિત કરે છે તે પણ Gen Z જ છે.

કંગના રણૌત

ભૂતકાળમાં કંગનાનું વિવાદિત નિવેદન: 'ગટર જનરેશન' કેમ કહ્યું હતું?

માત્ર એક અઠવાડિયા પહેલા કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિદ્યાર્થી આંદોલન અંગે અત્યંત કડક શબ્દોમાં ભડકાઉ પોસ્ટ મૂકી હતી, જેના પર અભિનેતા સોનુ સૂદ સહિત ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

સમયગાળો
કંગના રણૌતનું વલણ અને નિવેદન
અઠવાડિયા અગાઉ (ઇન્સ્ટાગ્રામ પોસ્ટ)
યુવા પેઢી પર આકરા પ્રહાર કરતા તેમને 'ગટર જેનરેશન' અને 'ગટર છાપ' કહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ યુવાનો ભણવામાં સારા નથી અને માતા-પિતાની કમાણી પર જીવે છે.
તાજેતરનું નિવેદન (સંસદ પરિસર)
RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ યુવાનોને દેશની 'સૌથી મોટી તાકાત' અને 'સંસ્કૃતિના એમ્બેસેડર' ગણાવ્યા.