કંગના રણૌત પર ભડક્યાં મતદારો, કહ્યું - હવે યાદ આવી જ્યારે આફતે વિનાશ વેરી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: Instagram |
Kangana Ranaut: હિમાચલ પ્રદેશના મંડી સંસદીય વિસ્તારથી સાંસદ અને ફિલ્મ એક્ટ્રેસ કંગના રણૌતની હિમાચલમાં ભાયાનક દુર્ઘટના મુદ્દે આંખ ઉઘડી છે. ચારેબાજુથી ટીકા બાદ હવે એક્ટ્રેસે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. સદીનું સૌથી ભયાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી મુશ્કેલીથી સરાજ, થુનાગ, જંઝૈહલી અને મંડીના અન્ય વિસ્તારોમાં જ્યારે લોકો મદદ માટે તડપી રહ્યા હતા, ત્યારે સાંસદ કંગના ન તો સામે આવ્યા, ન કોઈ સંવેદના વ્યક્ત કરી અને ન તો કોઈ મદદની જાહેરાત કરી.
લોકોએ કરી ટીકા
કંગનાની આ ચુપ્પીને લઈને મીડિયામાં ટીકા થઈ હતી. પ્રદેશના યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને કોંગ્રેસ નેતાઓએ પણ કંગનાના મૌન પર પ્રશ્ન કર્યા હતા. એવામાં હવે કંગનાએ પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'હું હિમાચલ જઈ રહી છું. જલ્દી જ પૂરથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઇશ. કૃપયા નિશ્ચિંત રહો, હું દરેક પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશની સાથે છું, જય હિન્દ.'
જોકે, કંગનાની આ પોસ્ટ બાદ પણ લોકોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. સામાન્ય જનતા પૂછી રહી છે કે, ચાર દિવસ સુધી લોકો કાટમાળમાં ફસાયેલા રહ્યા, રસ્તા તૂટી ગયા, ઘર વેરવિખેર થઈ ગયા, ત્યારે તેમનું સાંસદપણું ક્યાં હતું? હવે તો બધું વહી ગયું છે, હવે મુલાકાત શું કામની?
લોકોની લાગણી દુભાવી
ચૂંટણી સમયે ખુદને 'પહાડની દીકરી' કહેનાર દુર્ઘટનાના સમયે સંપૂર્ણ રીતે ગાયબ હતા. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, અન્ય મંત્રી, કેન્દ્રીય પ્રતિનિધિ અને સ્થાનિક પ્રશાસન જ્યાં ઘટનાસ્થળે રાહત કાર્યોમાં લાગેલા છે, ત્યાં કંગનાની ગેરહાજરીએ લોકોની લાગણી દુભાવી છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, આ નિવેદન અને મુલાકાત ફક્ત ટીકાઓને શાંત કરવા અને છબી સુધારવાનો પ્રયાસ થે, જોકે, હજુ સુધી લોકોની નજર એ વાત પર છે કે, કંગનાની આ મુલાકાત ફક્ત ઔવચારિકતા બનીને રહેશે કે પછી હકીકતમાં પ્રભાવિત લોકોને કોઈ મદદ મળશે.








