Get The App

'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
Rahul Gandhi on Trump Tariff Deadline


Rahul Gandhi on Trump Tariff Deadline: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન જ્યારે આ ડીલ અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું નિવેદન સામે આવ્યું હતું, ત્યારે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પિયુષ ગોયલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતાં એક્સ પર પોસ્ટ કરી હતી. 

રાહુલ ગાંધીના ટેરિફ અંગે સરકાર પર આકરા પ્રહાર 

રાહુલ ગાંધીએ પોતાની X પોસ્ટમાં કહ્યું કે, 'મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ડેડલાઇન સામે ઝૂકશે. પિયુષ ગોયલ ગમે તેટલી બડાઈ કરે, મારા શબ્દો લખી લો, પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે.' કોંગ્રેસ નેતાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફને લઈને તણાવ છે.

અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અમુક સામાન પર ટેરિફ વધારવાની ચેતવણી આપી હતી. આ મુદ્દે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા પર વિપક્ષ સતત પ્રશ્ન ઉઠાવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, 'ભારત પોતાની શરતો પર ટ્રેડ ડીલ કરે છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, ન્યુઝીલૅન્ડ, ઓમાન, ચિલી અને પેરુ જેવા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. ભારત ત્યારે જ કરાર કરે છે જ્યારે બંને દેશોને ફાયદો થાય અને ભારતના હિતોનું રક્ષણ થાય. દેશનું હિત આપણા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. ભારત કોઈપણ ડેડલાઇનના દબાણ હેઠળ કરાર કરતું નથી. અમે ફક્ત ત્યારે જ કરારને મંજૂરી આપીએ છીએ જ્યારે તે દેશ માટે સારું હોય.'

આ પણ વાંચો: મહિલાના બળજબરીપૂર્વક કપડાં ઉતારવા પણ દુષ્કર્મ ગણાય, હાઈકોર્ટે દોષિતની 10 વર્ષની સજા યથાવત્ રાખી

9 જુલાઇના રોજ ટેરિફ છૂટછાટની ડેડલાઇન પૂરી થશે

ભારત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તે કોઈપણ દબાણ હેઠળ ટ્રેડ ડીલ કરશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 100 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા હતા, જેમાં ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જોકે પાછળથી અમેરિકાએ આ ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા હતા, પરંતુ આ ડેડલાઇન 9 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. આ કારણે, આ ટ્રેડ ડીલ અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.

'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન 2 - image

Tags :