Get The App

જ્યોતિએ પાકિસ્તાનને આપી હતી અત્યંત સંવેદનશીલ માહિતી...ટોચના તપાસ અધિકારીનો દાવો

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
જ્યોતિએ પાકિસ્તાનને આપી હતી અત્યંત સંવેદનશીલ માહિતી...ટોચના તપાસ અધિકારીનો દાવો 1 - image


Jyoti Malhotra Connections With ISI Agent: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા વિરૂદ્ધ ચાલુ તપાસમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદ વિરૂદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યોતિ એક પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં રહી હતી.

જ્યોતિ ISIના એજન્ટના સંપર્કમાં

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાં ચાલી રહેલી મહત્ત્વની ગતિવિધિઓની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી રહી હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યોતિ ઓપરેશન સિંદૂર દરમિયાન અમુક સ્થળો પર બ્લેક આઉટ સહિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી રહી હતી. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના એક એજન્ટના સંપર્કમાં હતી. હાલ જ્યોતિ NIAની અટકાયતમાં છે. તેની કસ્ટડી બુધવારે ખતમ થઈ રહી છે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જ્યોતિના ફોન, લેપટોપ, બેન્ક એકાઉન્ટ જપ્ત

પોલીસે જ્યોતિ અને પાકિસ્તાનના હાઈ કમિશન અધિકારી દાનિશ વચ્ચે ચેટમાં કોઈ માહિતી મળી નથી. પરંતુ ઓપરેશન સિંદૂર દરમિયાન તે તેના સંપર્કમાં હતી તેની ખાતરી થઈ છે. પોલીસે જ્યોતિના ત્રણ ફોન, એક લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. પોલીસે તેના બે બેન્ક એકાઉન્ટની વિગતો પણ મેળવી છે. જ્યોતિ 2023થી 2025 દરમિયાન દાનિશના સંપર્કમાં હતી.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 31 જિલ્લામાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી

જાસૂસીના આરોપમાં 12ની ધરપકડ

હરિયાણાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જાસૂસી કરવાના મામલે અનેક યુટ્યૂબ ચેનલ પર નજર રાખવામાં આવી છે. છેલ્લા બે અઠવાડિયામાં જાસૂસીના આરોપસર પંજાબ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશમાંથી ઓછામાં ઓછા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં કથિત રૂપે પાકિસ્તાન સાથે જોડાયેલુ જાસૂસી નેટવર્ક સક્રિય હોવાની બાતમી મળી છે.

બે મહિલાઓની ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં જ્યોતિ મલ્હોત્રા બાદ તેની મિત્ર પ્રિયંકા સેનાપતિની પણ ધરપકડ કરવામાં આવી છે. પંજાબની 31 વર્ષીય ગઝાલા અને યામીન મોહમ્મદની પણ પાકિસ્તાની અધિકારી દાનિશને સેનાની માહિતી આપવાના આરોપ બદલ અટકાયત કરવામાં આવી હતી.

જ્યોતિએ પાકિસ્તાનને આપી હતી અત્યંત સંવેદનશીલ માહિતી...ટોચના તપાસ અધિકારીનો દાવો 2 - image

Tags :