તેજસ લડાકૂ વિમાન તૈયાર કરતી કંપની પર વાયુસેના પ્રમુખને જ વિશ્વાસ નથી, જાહેરમાં નારાજ થયા
HAL Tejas: IAF એટલે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી સિંહ લડાકૂ વિમાન તેજસ બનાવનારી કંપની હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ(HAL)થી નારાજ છે. સાથે જ તેમણે વિમાનની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબને લઈને ખુલીને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મને કંપની પર વિશ્વાસ નથી રહ્યો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે HAL (હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ) તરફથી મોડું થવાના કારણે સેનાના પ્રમુખ દ્વારા ટીકા કરવામાં આવી હોય.
'...મને વિશ્વાસ ઉઠી ગયો છે'
મળતી માહિતી મુજબ, સોમવારે (10 ફેબ્રુઆરી) એક વીડિયોમાં એ. પી. સિંહે કહ્યું કે, 'તમારે અમારી ચિંતા દૂર કરવી પડશે અને વિશ્વાસ અપાવવો પડશે. હું તમને (HAL) જણાવી શકું છું કે, અમારી જરૂરિયાત અને ચિંતાઓ શું છે. અત્યારે મને HAL પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જે ખૂબ જ ખરાબ વાત છે'. સેના પ્રમુખનું આ નિવેદન સામે આવતાં જ સમગ્ર વિવાદ ઊભો થયો છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં આઇઇડી વિસ્ફોટ: આર્મી કેપ્ટન સહિત બે જવાનો શહીદ
સેના પ્રમુખની નારાજગી બાદ HALનો જવાબ સામે આવ્યો છે. કંપનીએ આ માટે 1998માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ લાદવામાં આવેલા પ્રતિબંધનોને જવાબદાર ઠેરવ્યા છે. વાયુસેના પ્રમુખ તરફથી ઉઠાવવામાં આવેલી મુશ્કેલીને લઈને HAL સીએમડી ડી. કે. સુનીલે કહ્યું કે, 'હું તમને જણાવું છું. તમે જાણો છો કે, અમે (ભારત)1998માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ લાદવામાં આવેલા પ્રતિબંધનો સામનો કરી રહ્યા છીએ. એવામાં અમને શરુઆતથી વસ્તુઓ તૈયાર કરવાની હોય છે. તેમાં ઘણી મહેનત લાગે છે. વિલંબનું કારણ તમે આળસ ન કહી શકો. વાયુસેના પ્રમુખની ચિંતા અમે સમજીએ છીએ. કારણ કે, તેમના સ્કૉડ્રનની તાકાત ઘટી રહી છે. અમે વચન આપીએ છીએ કે, અમે સ્ટ્રક્ચર તૈયાર કરી લઈશું. સાથે જ અમે અનેક બેઠકોમાં અલગ-અલગ સ્તર પર આ વાત કહી છે'.
આ પણ વાંચોઃ રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
HALએ મંગળવારે કહ્યું પણ હતું કે, અમને માર્ચના અંત સુધી 11 તેજસ એમએફ1એ વિમાન ડિલિવરી કરવાનો વિશ્વાસ છે. અહેવાલો અનુસાર, સીએમડીએ કહ્યું કે, HAL અમેરિકન કંપની જીઈ પર 80 ટકા ટૅક્નોલૉજી ટ્રાન્સફર પર જોર આપી રહ્યા છે. આ જીઈ-414 એન્જિન માટે આપી રહ્યા છે, જે તેજસના અલગ-અલગ વેરિએન્ટ્સને તાકાત આપે છે.