Get The App

રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Updated: Feb 12th, 2025

GS TEAM


Google News
Google News
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 1 - image


Satyendra Das Died News | રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમાં દાખલ કરાયા હતા. તેમને ન્યૂરોલોજી વૉર્ડના એચડીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. 

સરયુના કિનારે થશે અંતિમ સંસ્કાર 

આચાર્ય સત્યેન્દ્ર દાખસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ લખનઉના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો પાર્થિવ દેહ પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે. 

Tags :