Get The App

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો 1 - image

File Photo


Jharkhand Crime: ઝારખંડના રાંચીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં જગન્નાથપુર પોલીસ સ્ટેશનના લાત્મા રોડ ચોરીમાં એક પરિવારના ત્રણ લોકોએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આપઘાત કરનારમાં એક મહિલા અને  તેમનો દીકરો-દીકરી સામેલ છે. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો સામુહિક આપઘાતનું કારણ માનવામાં આવે છે. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા. હાલ એફએસએલની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ 'સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો...' શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો

શું હતી ઘટના? 

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, જગન્નાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકોએ આપઘાત કર્યા હોવાની જાણકારી મળી હતી. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે જોયું કે, ત્રણ લોકો ફાંસીના માંચડે લટકેલા હતા. ત્રણેયના મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યા અને પોલીસે તેને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

પોલીસે હાથ ધરી તપાસ

આ મામલે પોલીસે તપાસ શરૂ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ આપઘાતનો લાગી રહ્યો છે. પરંતુ, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. પરિજનોના જણાવ્યા અનુસાર, પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો બાદમાં આ પગલું ભરવામાં આવ્યું છે. હાલ, આ મામલે પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.