ભાવુક VIDEO: વૃદ્ધ દંપતિને 20 રૂપિયામાં આપ્યું મંગળસૂત્ર, જ્વેલર્સના માલિકે જણાવી તેની કિંમત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jeweller Gifts Elderly Couple Mangalsutra: હિન્દુ ધર્મમાં મંગળસૂત્રનું પતિ-પત્ની વચ્ચેની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે મહિલાઓ મંગળસૂત્ર પહેરે છે, તેના પતિ અને પરિવારમાં ખુશીઓ વધે છે. આ જ કારણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 93 વર્ષના વૃદ્ધ નિવૃતિ શિંદેએ જ્યારે તેમની પત્ની શાંતાબાઈ માટે મંગળસૂત્ર ખરીદવા માટે છૂટા પૈસા લઈને જવેલર્સની દુકાન પહોંચ્યા દરેક લોકો નવાઈ પામ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા પછી, હવે લોકો 20 રુપિયાના વૃદ્ધ દંપતીને મંગળસૂત્ર આપનારા જવેલર્સના વખાણ કરી રહ્યા છે, તો હવે દંપતીને માત્ર 20 રુપિયામાં દંપતીના મંગળસૂત્ર આપનાર ગોપિકા જ્વેલર્સના પ્રમુખ નીલેશ ખીવનસારાએ તેની કિંમત જણાવતા કહ્યું કે, 'પતિની સચ્ચાઈ અને પ્રેમ જોઈને દંગ રહી ગયો હતો.' હાલમાં આ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે.
કેટલી છે મંગળસૂત્રની કિંમત
ગોપીકા જ્વેલર્સના માલિક નીલેશ ખીનવસારાએ વૃદ્ધ દંપતીને માત્ર 20 રુપિયામાં મંગળસૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'આ દંપતી સ્વાભિમાની હતું અને કોઈ ચોક્કસ રકમ ચૂકવ્યા બાદ લેવા માંગતા હતા. મેં તેમનામાં સત્યતા અને પ્રામાણિકતા જોઈ. એ પછી મેં તેમને માળા અને પેન્ડલ આપી દીધું, તેઓ કોઈ રકમ આપવા માટે કહી રહ્યા હતા. તેથી તેમના આર્શિવાદ તરીકે મે 10-10 રુપિયા લીધા. આ મંગળસૂત્રમાં એક ગ્રામ સોનાના આભૂષણ પર સોનાનો ગ્લેટ કરવામાં આવ્યો હતો અને મંગળસૂત્રની કિંમત આશરે 3000 રુપિયા હશે.
આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, વેઈટિંગ ટિકિટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારી
નિવૃતિ શિંદે અને તેમના પત્ની શાંતાબાઈ જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામના એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. આ દંપતી અષાઢી એકાદશી પર પંઢરપુરની પગપાળા તીર્થયાત્રા પર નીકળ્યા છે.
વૃદ્ધ દંપતી પાસે મંગળસૂત્ર ખરીદવા પૈસા નહોતા
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી સાચી હકીકત સામે આવી છે કે, નિવૃતિ શિંદેની પત્ની શાંતાબાઈ શિંદે છેલ્લા દશ વર્ષથી સોનાનું મંગળસૂત્ર પહેરવા ઈચ્છતા હતા, તેમની પાસે મંગળસૂત્ર ખરીદવા માટે પૈસા નહોતા. ચાર દુકાનોમાંથી તેમને બહાર કાઢી મૂકવામા આવ્યા હતા જ્યારે પાંચમી દુકાનમાં તેમનું સ્વાગત થયુ અને તેમને ફ્રીમાં મંગળસૂત્ર આપવામાં આવ્યું હતું. દંપતીના પરિવારમાં બે પુત્ર અને એક પત્રી છે. થોડા વર્ષ પહેલા તેમના એક પુત્રનું મોત થઈ ગયું હતું. જ્યારે બીજો પુત્ર માતા- પિતાની સંભાળ રાખવા માટે અસમર્થ હતો. જેથી વૃદ્ધ દંપતી છત્રપતિ સંભાજીનગરના ગજાનન મહારાજ મંદિર વિસ્તારમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.









