India

VIDEO: ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- 'મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી'

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધું હતું, કારણકે, તેમને ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનું હતું. જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે ટ્રમ્પને કેનેડામાં આયોજિત G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત જવું પડ્યું. એટલા માટે આ મુલાકાત ન થઈ શકી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- 'મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી'
Image Source: IANS

PM Modi Statement on Donald Trump: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધું હતું, કારણકે, તેમને ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનું હતું. જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે ટ્રમ્પને કેનેડામાં આયોજિત G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત જવું પડ્યું. એટલા માટે આ મુલાકાત ન થઈ શકી.

વડાપ્રધાન મોદીએ જનતા મેદાનમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, 'બે દિવસ પહેલા જ હું G7 સમિટ માટે કેનેડામાં હતો અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે કહ્યું, તમે કેનેડા તો આવ્યા જ છો, તો વોશિંગ્ટન થઈને જાઓ. સાથે ભોજન કરીશું અને વાતો કરીશું. તેમણે મને ખૂબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું. મેં અમેરિકન પ્રમુખને કહ્યું, આમંત્રણ બદલ આભાર. મારે મહાપ્રભુની ભૂમિ પર જવું ખૂબ જ જરૂરી છે. તેથી મેં તેમના આમંત્રણને નમ્રતાપૂર્વક નકાર્યું અને તમારો પ્રેમ અને મહાપ્રભુની ભક્તિ મને આ ભૂમિ પર ખેંચીને લઈ આવી.'

આ પણ વાંચો: ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી

વડાપ્રધાન મોદીએ ઓડિશાને આપી ભેટ

વડાપ્રધાન મોદીએ ઓડિશામાં 18,600 કરોડ રૂપિયાની 105 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ભાજપ સરકારના એક વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ પણ મનાવાયો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ઓડિશા માત્ર એક રાજ્ય નથી, પરંતુ ભારતની વિરાસતનો ચમકતો સિતારો છે. વર્ષોથી ઓડિશાએ ભારતની સંસ્કૃતિ અને વિરાસતને સમૃદ્ધ કરી છે. વિકાસ અને વિરાસતના મંત્રની સાથે ઓડિશાની ભૂમિકા હજુ પણ વધી ગઈ છે.'

આ પણ વાંચો: ફાયદા વગર પાકિસ્તાનથી મિત્રતા નહીં કરે ટ્રમ્પ! આ સામાન 'છુપાવવાની' તૈયારી, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, આઝાદી બાદ દાયકાઓ સુધી દેશમાં લોકોએ કોંગ્રેસનું મોડલ જોયું, પરંતુ આ મોડલમાં ન સુશાસન હતું કે ન લોકોનું જીવન સરળ હતું. વિકાસ પરિયોજનાઓને અટકાવવા, લટકાવવા અને ભટકાવવામાં આવતી હતી, કૌભાંડ જ કોંગ્રેસના વિકાસ મોડલની ઓળખ હતી, પરંતુ હવે દેશ છેલ્લા કેટલાક વર્ષથી મોટાપ્રમાણમાં ભાજપના વિકાસ મોડલને જોઈ રહ્યો છે. ગત દાયકામાં દેશના અનેક રાજ્ય એવા છે જ્યાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. આ રાજ્યોમાં માત્ર સરકાર જ નથી બદલાઈ, પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તનોનો પણ નવો દોર શરુ થયો છે.