India

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા

By GS TEAM
1 Dec 20252 mins read
TukuTouch Logo
બિહારમાં નીતિશ કુમાર સરકારની રચના બાદ સોમવારે (1 ડિસેમ્બર) 18મી વિધાનસભાનું પહેલું સત્ર યોજાયું હતું. જેમાં ઘણા ધારાસભ્યોએ શપથ લીધા હતા. જ્યારે JDU ધારાસભ્ય વિભા દેવીનો શપથ લેવાનો વારો આવ્યો, ત્યારે વિભા દેવી શપથ વાંચી ન શકતાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો દ્રશ્ય સર્જાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા

JD(U) MLA Vibha Devi oath VIDEO: બિહારમાં નીતિશ કુમાર સરકારની રચના બાદ સોમવારે (1 ડિસેમ્બર) 18મી વિધાનસભાનું પહેલું સત્ર યોજાયું હતું. જેમાં ઘણા ધારાસભ્યોએ શપથ લીધા હતા. જ્યારે JDU ધારાસભ્ય વિભા દેવીનો શપથ લેવાનો વારો આવ્યો, ત્યારે વિભા દેવી શપથ વાંચી ન શકતાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો દ્રશ્ય સર્જાયા હતા.

બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા!

નવાદાના JDU ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વ્યવસ્થિત વાંચી શક્યા ન હતા. આ ઘટનાએ પ્રતિનિધિઓની ક્ષમતા, ચૂંટણી અંગે જાહેર અભિપ્રાય અને લોકતંત્રના મૂલ્યો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બિહાર વિધાનસભા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ધારાસભ્ય વિભા દેવી શપથ લેતા સમયે ઘણી વખત વચ્ચે અટકાય છે. આમ તેઓ શપથ પત્રને યોગ્ય રીતે વાંચી શકતા નથી. જેમાં તેમણે મુશ્કેલીથી શબ્દો વાંચતા નજરે ચડે છે. આ દરમિયાન જ્યારે વિભા દેવી અટકે છે, ત્યારે તેમની પાસે બેઠેલા ધારાસભ્ય મનરોમા દેવીની મદદ લીધી હતી. 

વિભા દેવીની રાજકીય કારકિર્દી કોઈ વિચારધારા, સામાજિક કાર્ય કે લોકશાહી સંઘર્ષમાંથી જન્મી ન હતી, પરંતુ તેમના પતિ રાજવલ્લભ યાદવના પ્રભાવથી જન્મી હતી. ગંભીર આરોપોમાં જેલમાં સમય વિતાવનારા તેમના રાજકીય પ્રભાવને કારણે તેમને ટિકિટ અને વિધાનસભામાં બેઠક મળી છે. આ વ્યવસ્થા આજે ભારતીય રાજનીતિને નબળી કરી રહી છે, જ્યાં સિદ્ધાંત, શિક્ષણ અને ક્ષમતાની જગ્યાએ વંશવાદ, જાતિય સમીકરણ અને આર્થિકબળ નક્કી કરે છે કે કોણ ધારાસભ્ય બનશે.

આ પણ વાંચો: ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો 'ખેલ'

'રાની ભારતી મોમેન્ટ' શું છે?

વેબ સીરિઝ 'મહારાની'માં 'રાની ભારતી મોમેન્ટ' એ સીનમાં એક સાધારણ, અશિક્ષિત અને સંપૂર્ણ રીતે ઘરેલૂ જીવન જીવતી રાની ભારતી અચાનક બિહારમાં મુખ્યમંત્રી બનાવામાં આવે છે. તે પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા પહોંચે છે, ત્યારે માહોલ બિલકુલ નવો અને ભારી જોવા મળતો હોવાથી તે યાદગાર બની જાય છે. જેમાં શપથ પત્ર વાંચતી વખતે તેમનો ખચકાટ સ્પષ્ટપણે દેખાય છે. જેમાં તેઓ શબ્દો તોડે છે, ઘણી વાર થોભે છે, અને આખું દ્રશ્ય તેની અસ્વસ્થતા અને ગભરાટને ખૂબ જ વાસ્તવિક રીતે કેદ કરે છે. એ સમયે મીડિયા અને વિરોધ પક્ષે રાની ભારતીની મજાક ઉડાવી હતી.