'બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી', પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prashant Kishor Big Statement: જન સુરાજના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીની કારમી હાર બાદ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે, ચૂંટણીમાં 'રિગ્ડ' એટલે પ્રભાવિત કે ગડબડ લાગે છે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે હાલમાં તેમની પાસે કોઈ જરૂરી પુરાવા નથી.
અમને ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યું: પ્રશાંત કિશોર
ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, 'તેમની પાર્ટીની હાર જેટલી મોટી દેખાઈ રહી છે, જમીની હકીકત તેનાથી બિલકુલ અલગ છે. સુરાજની અનેક મહિનાઓથી ચાલેલી યાત્રા દરમિયાન જનતાનો ઉત્સાહ, સમર્થન અને ફીડબેક ઘણો સકારાત્મક હતો, પરંતુ મતદાન પરિણામમાં તે ન જોવા મળ્યું.'
![]() |
આ પણ વાંચો: 'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન
કેટલીક અદ્રશ્ય શક્તિઓ કામ કરી રહી હતી: પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા જેનો કોઈ તાર્કિક આધાર નથી દેખાયો. કેટલીક અદ્રશ્ય શક્તિઓ હતી. એવી પાર્ટીઓને મત મળ્યા જેમને લોકો જાણતા પણ ન હતા. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે બોલો EVMમાં છેડછાડ થઈ, પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. છતાં કેટલીક વસ્તુઓ મેળ નથી ખાતી. પહેલી નજરમાં લાગે છે કે કંઈક ખોટું થયું, પરંતુ શું થયું તે હજુ નથી ખબર. વોટિંગ પેટર્ન અને ગ્રાઉન્ડ રિપોર્ટ એકબીજા સાથે બિલકુલ મેળ નથી ખાતા, જેને લઈને શંકા વધુ ગાઢ બની છે.'
![]() |
મહિલાઓને રૂપિયા વહેંચવાનો મોટો આરોપ
પ્રશાંત કિશોરે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'NDAએ હજારો મહિલાઓને 10,000 રૂપિયા રોકડ વહેંચ્યા, અને આ કામગીરી ચૂંટણી જાહેર થવાથી લઈને મતદાનના દિવસ સુધી ચાલી. તેમના અનુસાર, આ રકમ માત્ર પહેલો હપ્તો હતો.'
તેમણે આરોપ લગાવ્યો કે, 'મહિલાઓને કહેવામાં આવ્યું કે તેમને કુલ 2 લાખ રૂપિયા મળશે. 10,000 રૂપિયા પહેલા આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જો NDAને, નીતિશ કુમારને મત આપશો તો બાકીની રકમ બાદમાં મળશે. મેં બિહાર જ નહીં, દેશમાં ક્યારેય કોઈ સરકારને મહિલાઓને આવી રીતે પૈસા વહેંચતા નથી જોયા. આ મહત્ત્વપૂર્ણ કારણ હતું જેણે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કર્યા.'
![]() |
જંગલરાજની વાપસીનો ડર, જન સુરાજ વિરૂદ્ધ ગયો: પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે સ્વીકાર્યું કે, 'ચૂંટણીના અંતિમ તબક્કા સુધી મતદારોને એવું હતું કે જન સુરાજ જીતવાની સ્થિતિમાં નથી. તેથી લોકોને ડર હતો કે જો તેમણે અમને(જન સુરાજ પાર્ટી) મત આપ્યો તો અમે જીતી ગયા હતો તો ક્યાંક ફરીથી લાલુ પ્રસાદ યાદવનું જંગલ રાજ ન આવી જાય. આ ડરથી પણ મત ચાલ્યા ગયા. આ ભાવનાઓ અનેક વિસ્તારોમાં નિર્ણાયક સાબિત થઈ.'











