જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ
Jammu Kashmir Police Arrests 23 Associates Of Terrorists : જમ્મુ-કાશ્મીર પોલીસે ઓપરેશન સિંદૂર બાદ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આજે (17 મે) શ્રીનગરમાં આતંકવાદીઓના 23 સહયોગીઓ વિરુદ્ધ જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, આરોપીઓને કસ્ટડીમાં લેવાયા છે અને તેમને જમ્મુની પૂંછ, ઉધમપુર અને કોટ ભલવાલ જેલની જિલ્લા જેલમાં લઈ જવાયા છે.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક લોકો સામે કાર્યવાહી
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને નુકસાહ પહોંચાડનાર ગુનાહિત તત્વો સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના 23 સહયોગીઓ અને જાહેર અશાંતિમાં સામેલ બદમાશો સામે પીએસએ હેઠળ કેસ નોંધ્યો છે.
દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને પોલીસની ચેતવણી
શ્રીનગર પોલીસે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ચેતવણી આપી છે. પોલીસે કહ્યું કે, અમને શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તરફથી ઔપચારિક અટકાયતનો આદેશ મળ્યા બાદ 23 લોકોની અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.