જમ્મુ-કાશ્મીર : પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ, એક જવાન શહિદ, બે ઘાયલ
Landmine Blast In Poonch : જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે શુક્રવારે (25 જુલાઈ) થયેલા લેન્ડમાઈન વિસ્ફોટ થયો છે, જેમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક જવાન (અગ્નિવીર) શહીદ તેમજ એક જેસીઓ અને એક જવાન ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા સેનાની ટીમ તુરંત સ્થળ પર આવી ગઈ છે. ઘાયલોને તુરંત એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારતીય સેનાના જવાનો લેન્ડમાઈન ઝપેટમાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા મુજબ, સલોત્રીગામના વિક્ટર પોસ્ટ પાસે બપોરે લગભગ 12.00 કલાકે ધડાકો થયો હતો. વાસ્તવમાં ઘૂસણખોરી અટકાવવા માટે જમીનની અંદર લેન્ડમાઈન બિછાવવામાં આવી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સેનાના જવાનો લેન્ડ માઈન્ડની ઝટેપમાં આવતા ધડાકો થયો હતો.
#GOC #WhiteKnightCorps and all ranks pay solemn tribute to Agniveer Lalit Kumar, who made the supreme sacrifice, while on an area domination patrol in general area of #Krishna Ghati brigade on 25 July 2025, following a mine blast.
— White Knight Corps (@Whiteknight_IA) July 25, 2025
We stand with the bereaved family in this hour of… pic.twitter.com/kA0VSNl5Qp
પેટ્રોલિંગ વખતે બની ઘટના
ભારતીય સેનાના 7મી રેજિમેન્ટના જૂનિયર કમિશન્ડ ઓફિસર હરિ રામ, હવલદાર ગજેન્દ્ર સિંહ અને જવાન લલિત કુમાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જમીન નીચે દબાયેલ એમ-16 માઈન અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા છે, જ્યારે ગજેન્દ્ર સિંહ અને હરિ રામ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાના કારણોની તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ સેનાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય સેનાના જવાનો સરહદ પર ઘૂસણખોરી અટકાવવા માટે મહત્ત્વના વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરતા રહે છે. અહીં સુરક્ષા પ્રોટોકૉલ હેઠળ જમીનની અંદર લેન્ડમાઈન બિછાવવામાં આવતી હોય છે.