For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

J&K: JKLF પ્રમુખ યાસીન મલિકની ધરપકડ, સેનાનું હાઈએલર્ટ

Updated: Feb 23rd, 2019

J&K: JKLF પ્રમુખ યાસીન મલિકની ધરપકડ, સેનાનું હાઈએલર્ટશ્રીનગર, તા. 23 ફેબ્રુઆરી 2019 શનિવાર

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર વ્યાપર કાર્યવાહીના સંકેતોની વચ્ચે શુક્રવારે રાતે JKLF પ્રમુખ યાસીન મલિક ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસ અને અર્ધસૈનિક દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જોકે અત્યારે ધરપકડ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ભીષણ આતંકવાદી હુમલાના આઠ દિવસ બાદ આ કાર્યવાહી સામે આવી છે. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

પુલવામા આતંકી હુમલા બાદ પાંચ અલગાવવાદીઓની સુરક્ષા હટાવી લેવાઈ હતી. જેમાં મીર વાઈઝ ઉમર ફારૂક અને શબ્બીર શાહનું નામ પ્રમુખ હતુ. કેન્દ્ર સરકારની સાથે સાથે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વિષયમાં પહેલેથી વિચાર મંથન ચાલુ હતુ. અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવ્યા બાદ કેટલાકે કહ્યુ કે તેમણે સુરક્ષાની માગ કરી જ નહોતી.

જમ્મુ કાશ્મીર સરકારે 18 અલગાવવાદી નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. જે નેતાની સુરક્ષા હટાવાઈ છે તેમાં હુર્રિયત નેતા એસએએસ ગિલાની, આગા સૈયદ મોસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, ઝફર અકબર ભટ, નયીમ અહેમદ ખાન, મુખ્તાર અહેમદ વાજાનુ નામ પ્રમુખ છે. 

Gujarat