For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જૈશના આતંકવાદીઓ સામે વકીલોનો વિરોધ, કોર્ટમાં રજૂ પણ ના કરી શકી પોલીસ

Updated: Feb 24th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

યુપીના દેવબંદમાંથી પકડાયેલા જૈશના બે આતંકવાદીઓને વકીલોના વિરોધના કારણે કોર્ટમાં પણ રજૂ કરી શકાયા નહોતા.

યુપી પોલીસે પકડેલા બે આતંકવાદીઓ શાહનવાઝ અહમદ તેલી અને આકિલ અહેમદ મલિકને  પોલીસ ગઈકાલે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવા માટે લઈ આવી હતી.આતંકીઓ જેા કોર્ટ કેમ્પસમાં પહોંચ્યા કે વકીલોએ જ ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવાનુ શરુ કરી દીધુ હતુ.

વકીલોના આક્રમક તેવરના કારણે આતંકવાદીઓને પોલીસ વાહનમાંથી નીચે પણ ઉતારવામાં આવ્યા નહોતા અને પોલીસ તેમને પાછા જેલમાં લઈ ગઈ હતી.

યુપી પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે બંને આતંકવાદીઓને 14 દિવસના રીમાન્ડ પર લેવા માટે કોર્ટ સમક્ષ માંગણી કરેલી છે.

શુક્રવારે આ આતંકવાદીઓને દેવબંદમાંથી પકડવમાં આવ્યા હતા.તેઓ કાશ્મીરાના રહેવાસી છે.તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ મળ્યા છે.તેઓ દેવબંદમાં વગર એડમિશને વિદ્યાર્થી હોવાનો સ્વાંગ સજીને રહી રહ્યા હતા.

Gujarat