જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત
Jaipur Hit and Run: રાજસ્થાનના જયપુરથી હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતી કારે આર્મીના રિટાયર્ડ કેપ્ટનને કચડી નાંખ્યો હતો. જેમાં રિટાયર્ડ કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સીસીટીવી વીડિયો આવ્યો સામે
સીસીટીવી વીડિયો અનુસાર, ટક્કર બાદ કાર 10 ફૂટ સુધી દૂર રિટાયર્ડ કેપ્ટનને ઢસડીને લઈ જાય છે. જેનાથી પૂર્વ આર્મી મેન લોહી લોહાણ થઈ જાય છે. જોકે, તેમ છતા પણ કાર રોકાતી નથી અને લોહી લોહાણ સ્થિતિમાં છોડીને ભાગી જાય છે. મૃતક રિટાયર્ડ કેપ્ટનની ઓળખ નરસારામ જાજડાના રૂપે થઈ છે.
આ પણ વાંચોઃ લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય, દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, પૂર્વ આર્મી મેન 15 ઓગસ્ટની સવારે સાઇકલથી ચિત્રકૂટ સ્ટેડિયમ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેકાબૂ કારે તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. જોકે, હાલ પોલીસે કારચાલકની શોધ કરી તેની ધરપકડ કરી લીધી છે.