Get The App

VIDEO: જગન્નાથ મંદિરના શિખર પર ઉડતા જોવા મળ્યા ગરુડ, કોઈ અશુભ ઘટનાનો સંકેત?

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: જગન્નાથ મંદિરના શિખર પર ઉડતા જોવા મળ્યા ગરુડ, કોઈ અશુભ ઘટનાનો સંકેત? 1 - image



Jagannath Temple : ઓડિશા સ્થિત જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પક્ષીઓનું એક મોટું ઝુંડ મંદિરના શિખરની આસપાસ ફરતું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય સ્થાનિક લોકો અને ભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે લાંબા સમયથી એવી માન્યતા પ્રવર્તે છે કે, મંદિરના શિખર પર ક્યારેય પક્ષીઓ ઊડતા નથી.

અશુભ ઘટનાનો સંકેત?

નવું વર્ષ 2026 નજીક આવી રહ્યું છે, ત્યારે આ ઘટનાને કેટલાક લોકો ઓડિશાના પૌરાણિક ગ્રંથ ‘ભવિષ્ય માલિકા’ની ભવિષ્યવાણીઓ સાથે જોડી રહ્યા છે અને ઘટનાને ભવિષ્યમાં થનારી કોઈ અશુભ ઘટનાનું સંકેત માની રહ્યા છે. જોકે, મંદિરના અધિકારીઓએ આને એક સામાન્ય ઘટના ગણાવી છે.

આ પણ વાંચો : ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, કૌભાંડોનો પર્દાફાશ, જાણો ક્યાં બની ઘટના

શું છે ‘ભવિષ્ય માલિકા’ ગ્રંથ?

‘ભવિષ્ય માલિકા’ એ 15મી-16મી સદીમાં ઓડિશામાં અચ્યુતાનંદ દાસ અને અન્ય પાંચ સંતો દ્વારા લખાયેલો એક ધાર્મિક ગ્રંથ છે, જે કળિયુગના અંત અને પરિવર્તનના સમય વિશેની ભવિષ્યવાણીઓ પર આધારિત છે. આ ગ્રંથના એક શ્લોકમાં ઉલ્લેખ છે કે,

VIDEO: જગન્નાથ મંદિરના શિખર પર ઉડતા જોવા મળ્યા ગરુડ, કોઈ અશુભ ઘટનાનો સંકેત? 2 - image

પક્ષીઓનું આ ઝુંડ દેખાતા, સ્થાનિકો આ શ્લોકને યાદ કરી રહ્યા છે.

આ પહેલા પણ અશુભ સંકેતની ચર્ચા

ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પણ એક ગરુડ પક્ષી જગન્નાથ મંદિરના શિખર પરના ધ્વજને પોતાના પંજામાં દબાવીને મંદિરની પરિક્રમા કરવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને પણ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને ઘણા લોકોએ તેને અપશુકન માન્યું હતું. જોકે ત્યારે પણ મંદિરના પૂજારીઓએ આને એક સામાન્ય કુદરતી ઘટના ગણાવીને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા

Tags :