For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં કોરોના કાબૂમાં આવતા ઘણો સમય લાગશે : વિજ્ઞાનીઓ

- લોકડાઉનના છ માસ પછી પણ સ્થિતિ બેકાબૂ

- 24મી માર્ચે 500 કેસ હતા જે વધીને 58 લાખે પહોંચવા આવ્યા

Updated: Sep 25th, 2020

Article Content Image

2021 સુધીમાં વેક્સિન આવી જશે તો પણ કોરોના સામેનો જંગ તુરંત પૂરો થાય એવું લાગતું નથી : વિજ્ઞાાનજગતની ચિંતા

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

દેશમાં લોકડાઉન જાહેર થયું તેના બરાબર છ માસ થયા. એ વખતે દેશભરમાં 500 જેટલાં કોરોનાના દર્દીઓ હતા. હવે કોરોનાના કેસની બાબતમાં ભારત બીજા ક્રમે છે. આ ચિંતાજનક સિૃથતિ વચ્ચે વિજ્ઞાાનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ પણ કોરોના કાબુમાં આવે એવી શક્યતા ઓછી છે. કોરોના નિયંત્રણમાં આવશે એમાં ઘણો સમય લાગશે.

દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું તેને છ માસ થયા છે. એ પછી તો અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઈ. બીજી તરફ કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું છે. લોકડાઉન વખતે 500 કેસ હતા. છ માસ પછી દેશમાં કોરોના કુલ દર્દી 57 લાખ કરતાં વધારે છે. આવી સિૃથતિમાં દુનિયાભરમાં કોરોનાની વેક્સિન ઝડપથી આવે એની રાહ છે.

આવા સમયે વિજ્ઞાાનિકોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભલે વેક્સિન આવી જાય, તેમ છતાં કોરોના કાબૂમાં આવતા લાંબો સમય લાગશે. હજુ પણ માનવજાતે કોરોના સામે લાંબો જંગ ખેલવો પડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અમેરિકાના ભારતીય મૂળના વિજ્ઞાાનિક રામાનન લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે આ મહામારી જેટલી બહાર દેખાય છે એટલી જ અંદર છે.

તે એક વખત ફેલાય પછી તુરંત કાબુમાં આવે એવી નથી અને સતત પ્રસરતી રહે છે. આ મહામારી જે રીતે સતત ફેલાઈ રહી છે અને જાણ ન થાય એ રીતે લોકોમાં પ્રસરે છે તે પરથી વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે વેક્સિન આવી જાય પછી પણ તેના પર તુરંત અંકુશ આવશે નહીં.

જ્યાં હજુ પણ ટેસ્ટિંગ થઈ રહ્યા નથી એવા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. આ ભયાનક બાબત છે. એ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે થાય અને તુરંત સારવાર થાય એવી વ્યવસૃથાનો અભાવ છે. એ વ્યવસૃથા અત્યારથી કરવી જોઈએ.

વિજ્ઞાાનિકોના મત પ્રમાણે અત્યારે વેક્સિન શોધવાની મથામણ શરૂ થઈ છે તે જોતાં 2021 સુધીમાં રસી મળી જશે તો પણ જો સંક્રમણનો ચોક્કસ ચાર્જ ખબર નહીં હોય તો કોરોના અંદરને અંદર સતત ફેલાતો રહેશે. આ સિૃથતિ નિવારવા માટે યોગ્ય પગલાં ભરવાની સલાહ વિજ્ઞાાનિકોએ આપી હતી.

Gujarat