For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્કમ ટેક્સ કમિશનરને સાત વર્ષ જ્યારે તેમની માતાને એક વર્ષની જેલ

આવકથી વધુ સંપત્તિનો કેસ

૧૪ વર્ષ જૂના કેસમાં આઇટી અધિકારીને ૩.૫૦ કરોડનો દંડ પણ ફટકારાયો

Updated: Feb 14th, 2019


(પીટીઆઇ) દેહરાદૂન, તા. ૧૪Article Content Image

૧૪ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિના કેસમાં નોકરીમાં ચાલુ ઇન્કમ ટેક્સ કમિશનરને સાત વર્ષની જેલની કડક સજા અને ૩.૫૦ કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સીબીઆઇના વિશેષ જજ સુજાતા સિંહે ઇન્કમ ટેક્સ કમિશનર સ્વેતાભ સુમનની ૯૦ વર્ષીય માતા ગુલાબ દેવીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. 

આઇપીસી હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા પછી પુત્ર-માતા ઉપરાંત આઇટી કમિશનરના બનેવી અરૃણકુમાર સિંહ અને તેમના નજીકના સહયોગી રાજેન્દ્ર વિક્રમ સિંહને પણ ચાર વર્ષની જેલની સજા આપવામાં આવી છે. 

એપ્રિલ, ૧૯૯૭થી લઇને માર્ચ, ૨૦૦૪ સુધીમાં દેહરાદૂન, ગાઝિયાબાદ, બિહાર અને ઝારખંડમાં આવકની વધુ સંપત્તિ પકડવામાં આવતા ૨૦૦૫માં સીબીઆઇએ આઇટી કમિશનર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે  ૫૦ લાખ રૃપિયાની લાંચ માગવાના અન્ય કેસમાં સીબીઆઇએ ૧૯૮૮ની બેન્ચના આઇઆરએસ અધિકારી સુમનની ધરપકડ કરી હતી.


Gujarat