ISSએ ભારતના અંતરિક્ષમાંથી ભરી ઉડાન, કોડાઈકેનાલ કેમરામાં કેદ થયા શુભાંશુ શુક્લા
Shubhanshu Shukla ISS India: તમિલનાડુના પલાની હિલ્સમાં સ્થિત ઐતિહાસિક Kodaikanal Solar Observatoryએ ભારત માટે વધુ એક અંતરિક્ષ સિદ્ધિ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી છે. રવિવારે રાત્રે જ્યારે International Space Station (ISS)ભારતના આકાશમાંથી પસાર થયું હતું. ત્યારે ત્યાં હાજર વિજ્ઞાનિકોએ આ ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. આ ખાસ ઉડાનમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે, ભારતના અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS માં હાજર હતા. ત્યારે ભારતીય સંસ્થાઓ માટે વિજ્ઞાનિક શોધ કરી રહ્યા છે.
શુભાંશુ શુક્લા: અંતરિક્ષમાં ભારતની નવી ઓળખ
શુભાંશુ શુક્લાએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ISS માં દેશની હાજરી નોંધાવી છે. ગ્રુપ કેપ્ટન તરીકે તેમની નિમણૂક અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઝડપથી વધતી ક્ષમતાનું પ્રતીક છે. તેઓ હાલમાં માઇક્રોગ્રેવિટીમાં ભારતીય મેડિકલ, ફાર્મા અને ભૌતિક વિજ્ઞાન સાથે જોડાયેલા અનેક પ્રયોગો કરી રહ્યા છે.
કેવી રીતે લેવામાં આવી તસવીર
કોડાઈકેનાલ વેધશાળા વિજ્ઞાનિક ડૉ. ક્રિસ્ટીન કાર્તિકે જણાવ્યું હતું કે, આ ક્ષણને કેદ કરવી એ ટેકનિકલી રીતે ખૂબ જ પડકારજનક હતું. તેના માટે તેમણે ISS Detector મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચોક્કસ સમય અને લોકેશનનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. કેમેરા સેટઅપ ISO 4000, ફોકલ લેન્થ 2.2MM, એપરચર f/2.2 અને શટર સ્પીડ 1/17 સેકન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ઓછા પ્રકાશમાં ઝડપથી ઉડતા ISS ને કેદ કરવા માટે યોગ્ય હતું.
2,343 મીટર ઊંચાઈથી સ્વચ્છ આકાશ
કોડાઈકેનાલ વેધશાળાની ઊંચાઈ અને સ્વચ્છ, ધૂળરહિત આકાશ તેને આવા ફોટોગ્રાફિક પ્રયાસો માટે યોગ્ય બનાવે છે. વેધશાળા 1899 માં સ્થાપિત થઈ હતી અને ત્યારથી સૂર્ય અવલોકનમાં અગ્રણી રહી છે. પરંતુ આ વખતે તે સૂર્ય, નહીં પરંતુ આકાશગંગાના તારાઓ ફોકસમાં હતા.