For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ISROની વધુ એક સિદ્ધિ, PSLV-C56 રોકેટ લોન્ચ, DS-SAR સહિત 7 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા

PSLV-C56 એ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું મિશન છે

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી

Updated: Jul 30th, 2023

ISROની વધુ એક સિદ્ધિ, PSLV-C56 રોકેટ લોન્ચ, DS-SAR સહિત 7 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા

ISROએ આજે અવકાશ ક્ષેત્રે વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે જેમા સિંગાપોરના DS-SAR સહિત સાત ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ઈસરોના રોકેટ PSLV C56એ આ ઉપગ્રહોને લઈને સવારે 6.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. ISROએ પાછળથી જાહેરાત કરી કે મિશન સફળ રહ્યું છે અને સિંગાપોરના આ સાત ઉપગ્રહોને નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યા છે.  PSLV-C56 એ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું મિશન છે, જે  ISROની કોમર્શિયલ શાખા છે.

PSLV-C56 રોકેટે સિંગાપોરના પૃથ્વી અવલોકન ઉપગ્રહ DS-SAR અને અન્ય 6 ઉપગ્રહોને આજે સવારે 6.30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ મહિને બહુપ્રતીક્ષિત ચંદ્રયાન-3 લોન્ચ કર્યા બાદ હવે PSLV-C56 લોન્ચ એ એક મહિનાની અંદર  ISROની બીજી મોટી સિદ્ધિ છે. અગાઉ 14 જુલાઈના રોજ ISROએ LVM-3 લોન્ચ વ્હીકલને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.

વર્ષનું ત્રીજું કોમર્શિયલ મિશન

આ વર્ષે ભારતીય અવકાશ એજન્સીનું આ ત્રીજું કોમર્શિયલ મિશન છે. ISROએ અગાઉ માર્ચમાં LVM-3 રોકેટ વડે બ્રિટનના વન-વેવ સાથે સંકળાયેલા 36 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. આ બાદ એપ્રિલમાં PSLV રોકેટથી સિંગાપોરના 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. DS-SAR સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી અને સિંગાપોરની ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવી છે. આ ઉપગ્રહનો ઉપયોગ સિંગાપોર સરકારની વિવિધ એજન્સીઓની સેટેલાઇટ ઇમેજિંગ જરૂરિયાતો માટે કરવામાં આવશે. DS-SAR ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિકસિત સિન્થેટીક એપરચર રડાર સાથે ફીટ થયેલ છે. આ ઉપગ્રહને તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ અને રાત્રિની તસવીરો લેવા સક્ષમ બનાવશે.

Gujarat