India

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચના કારણે ‘IPL પ્લેયર્સ રિટેન્શનની તારીખ’ બદલાઈ: BCCIનો મોટો નિર્ણય

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
આઈપીએલ 2027ના મિની ઓક્શન પૂર્વે BCCIએ ફ્રેન્ચાઇઝીઓને ખેલાડીઓ રીટેન અને રીલિઝ કરવાની અંતિમ તારીખ 15 નવેમ્બરથી લંબાવીને 17 નવેમ્બર કરી છે. ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચને કારણે આ નિર્ણય લેવાયો. જોકે, 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનાર મિની ઓક્શનની તારીખ અને સ્થળ યથાવત છે. ખેલાડીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 2 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચના કારણે ‘IPL પ્લેયર્સ રિટેન્શનની તારીખ’ બદલાઈ: BCCIનો મોટો નિર્ણય

IPL-2027 Retention Deadline : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી મીની ઓક્શન પહેલાં BCCI દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને પોતપોતાની ટીમમાં કયા ખેલાડીઓને રિટેન અને રિલિઝ તેનું આખરી લિસ્ટ સોંપવા માટે વધારાના 2 દિવસની મુદત આપી છે. અગાઉ આ પ્રક્રિયા પૂરી કરવા માટે 15 નવેમ્બરની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી, જે હવે લંબાવીને 17 નવેમ્બર કરવામાં આવી છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચ બની તારીખ લંબાવવાનું મુખ્ય કારણ

ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCI દ્વારા 2 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીઓને મેસેજ મોકલીને આ નવી ડેડલાઇનની જાણ કરવામાં આવી હતી. આ મુદત લંબાવવા પાછળનું મુખ્ય કારણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચ હોવાનું માનવામાં આવે છે. આ મેચ ઓવલ મેદાન પર રમાશે. આ મેચ પૂર્ણ થયા બાદ ટીમોને ખેલાડીઓનું મૂલ્યાંકન કરવાનો પૂરતો સમય મળી રહે તે હેતુથી 2 દિવસની વધારાની છૂટ આપવામાં આવી છે.

16 ડિસેમ્બરે ગોવામાં જ યોજાશે મીની ઓક્શન

રિટેન્શનની તારીખમાં ફેરફાર થયો હોવા છતાં IPL મીની ઓક્શનની તારીખ કે સ્થળમાં કોઈ ફેરફાર કરાયો નથી. ખેલાડીઓની આ હરાજી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 16 ડિસેમ્બરે ગોવા ખાતે જ યોજાશે. ખાસ વાત એ છે કે જે દિવસે હરાજી યોજાવાની છે તે દિવસે પણ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાશે. તેમ છતાં બોર્ડે હરાજીની તારીખ બદલવાનો કોઈ સંકેત આપ્યો નથી.

આવું રહેશે ઓક્શનનું સંપૂર્ણ નવું શિડ્યુલ

BCCI દ્વારા મીની ઓક્શન સુધીની સમગ્ર સમયમર્યાદા પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ખેલાડીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 2 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે, જે 23 નવેમ્બર સુધી ચાલુ રહેશે. દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીઓએ 17 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સુપરત કરવાની રહેશે. આ પછી 1 ડિસેમ્બર સુધીમાં ટીમોએ ઓક્શન માટે પોતાની પસંદગીના ખેલાડીઓની અંતિમ યાદી આપવાની રહેશે. બોર્ડ દ્વારા 3 ડિસેમ્બરે ખેલાડીઓના સેટ સાથેનું ફાઇનલ ઓક્શન રજીસ્ટર બહાર પાડવામાં આવશે અને આખરે 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓની હરાજી યોજાશે.